ઇરાનના ઊર્જા સંસ્થાનો ઉપર આગામી સપ્તાહે અમેરિકા પ્રચંડ બૉમ્બિંગ કરશે ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકા અને ઇઝરાયેલ ઇરાનના પાવર પ્લાંટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ખતમ કરવા માંગે છે : પ્રમુખ ટ્રમ્પ આખરી શબ્દ કહે તેની જ રાહ જોવાય છે
વૉશિંગ્ટન : અમેરિકા અને ઇઝરાયલ ઇરાનના પાવર પ્લાંટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉપર પ્રચંડ બૉમ્બિંગ કરવાની તૈયારીમાં છે. આ અહેવાલો જણાવે છે કે આની વૈશ્વિક બજારો ઉપર પણ સીધી અસર પડવા સંભવ છે. ઇઝરાયલે કહી દીધું છે કે, તેઓ અમેરિકા સાથે સંપૂર્ણ સહકારથી કામ કરવા તૈયાર છે. પ્રમુખ ટ્રમ્પ આખરી હુકમ આપે તેની જ રાહ જોવાય છે.
ટ્રમ્પે તેના કેમ્બકેલીડ સ્થિત મથકે જણાવ્યું હતું કે, 'અમે તેને સખતમાં સખત ફટકો મારવાના છીએ અને તે પણ ત્યાં સુધી કે ઇરાનીઓ કહી દે કે, અમે હવે વધુ સહન કરી શકીએ તેમ નથી.'
એવું પણ જાણવા મળ્યું છે કે, જોર્ડન સ્થિત અમેરિકી સૈન્ય છાવણીઓ ઉપર ઇરાને હુમલો કર્યા પછી ટ્રમ્પ ખરેખરે ઘૂઘવાયા છે સાથે તેમણે શપથપૂર્વક જણાવ્યું હતું કે, પેન્ટાગોનને (અપશબ્દ) ઇરાનની (અપશબ્દ) ખાલ ઉખેડી નાખશે. અને તેને સખતનો માર મારીશું.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, અમેરિકી દળોએ ઇરાનના મિસાઇલ્સને અધવચ્ચેથી જ તોડી પાડયા છે. હવે તેની પાસે રક્ષણ માટે બહુ થોડો સમય રહ્યો છે.
ઇરાનના ઇસ્લામિક રીવોલ્યુશન ગાર્ડ કોર્પ્સે (આઇ.આર.જી.સી.એ) જણાવ્યું હતું કે, અમારી ઉપર થઈ રહેલા હુમલાઓના વળતા જવાબરૂપે અમે આ હુમલા કર્યા છે. આ સાથે જોર્ડન સ્થિત અમેરિકી મથકો ઉપર થયેલા મિસાઇલ્સ હુમલાઓની જવાબદારી પણ તેમણે ખુલ્લેઆમ સ્વીકારી હતી.
આ સાથે અમેરિકા, ઇરાક સ્થિત ઇરાનના પુષ્ટિ પામેલા વિપ્લવીઓ ઉપર પણ હુમલા કરવા તૈયાર થયું છે તે સાથે સઉદી અરેબિયા પણ અમેરિકા સાથે જોડાઈ રહ્યું છે. તે આ ઇરાનથી પુષ્ટિ પામેલા વિપ્લવીઓને 'કેન્સર' સમાન માને છે.
આવી ધમકીઓ સામે પણ હજી સુધી અણનમ રહેલા ઇરાને સામો ખુલ્લો પડકાર આપતાં જણાવ્યું હતું કે, 'જ્યાં સુધી અમારા ઇસ્લામિક ગણતંત્ર સામે ધમકીઓ ચાલુ રહેશે અને જ્યાં સુધી અમેરિકી દળોની ગેરકાયદે અને દુષ્ટતાભરી કાર્યવાહી ચાલુ રહેશે ત્યાં સુધી અમારો તે સામે સામનો પણ ચાલુ રહેશે.'









