આયાતોલ્લાહ ખામેનીના અંતિમ સંસ્કાર 4 મહિના શા માટે અટક્યા : શબ ક્યાં રખાયું ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇસ્લામ ધર્મ પ્રમાણે શબને વહેલામાં વહેલી તકે દફનાવવાનો નિયમ છે પરંતુ યુદ્ધને લીધે દફન વિધિ અટકી હતી. શબ ડીપ ફ્રીઝમાં રખાયું
નવી દિલ્હી : ઇરાનના જન્નતનશીન સર્વોચ્ચ નેતા, આયાતોલ્લાહ અલિ ખામેનેઈના નિધનના ચાર મહિના પછી તેઓના અંતિમ સંસ્કાર થવાના છે. ખામેનેઈ ૨૮ મી ફેબુ્રઆરીએ ઇઝરાયલ-અમેરિકાના પહેલા જ હુમલામાં માર્યા ગયા હતા. પરંતુ તેઓના અંતિમ સંસ્કાર ચાર મહિના પછી કરવામાં આવનાર છે. તે સમગ્ર દુનિયામાં કુતૂહલનો વિષય બની રહ્યો છે. કારણ કે ઇસ્લામના સિદ્ધાંત પ્રમાણે શબની વહેલામાં વહેલી તકે દફન-વિધિ કરવી જોઈએ, છતાં આટલો સમય શા માટે વિતાવાયો છે ?
પહેલાં એવી અફવાઓ ચાલતી હતી કે પહેલાં તેઓના શબની દફનવિધિ થઈ ગઈ છે. તે અસ્થાયીરૂપે હતી. પરંતુ તે અફવા ઉડાડી દેવામાં આવી છે. અસ્થાયી દફનવિધિ પછીથી પૂરા સન્માનપૂર્વક વિધિવત્ દફન થશે.
સાચી હકીકત એ છે કે યુદ્ધને લીધે તેઓની દફનવિધિ અટકાવવામાં આવી હતી. દરમિયાન તેઓનો મૃતદેહ ડીપ ફ્રિઝમાં રાખવામાં આવ્યો છે. ઘણીવાર અન્ય કેટલાક નેતાઓ, જેવાકે માઓ-ત્સે-તુંગના મૃતદેહમાંથી લોહી ખેંચી કાઢી તે મૃતદેહ ઉપર રસાયણો લગાડી તેને ઠંડા કાચના બોક્સમાં રખાય છે. પરંતુ ઇસ્લામ ધર્મ પ્રમાણે મૃતદેહ ઉપર કોઈ પણ પ્રકારનો લેપ કરવો પ્રતિબંધિત છે.
આતંકવાદ વિરોધી વિશેષજ્ઞા ડૉ. મોહમદ ઉમરના જણાવ્યા પ્રમાણે ખામેનેઈના મૃતદેહ ડીપ ફ્રિઝમાં રાખવામાં આવ્યો હતો. શિયા કાનૂન નીચે વિશેષ અને અસાધારણ સ્થિતિમાં શબને સુરક્ષિત રાખવા માટે તેને ઠંડકમાં રાખવા સામે કોઈ વાંધો નથી.
આયાતોલ્લાહને શ્રદ્ધાંજલિ અર્પવા ઇરાને ૧૦૦ દેશોના પ્રતિનિધિઓને આમંત્રિત કર્યા છે. ૩ જી એપ્રિલથી જ ઘણા તહેરાન પહોંચી ગયા છે. તહેરાનની ગ્રાન્ડ મસ્જીદમાં દર્શન માટે સવારના છ વાગ્યાથી દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. રવિવારે રાતના ૮ વાગે આ મહાન નેતાનાં મશદ શહેરમાં સુપુર્દ-એ-ખાક કરવા જનાજો નીકળશે.
તેઓના અંતિમ દીદાર માટે તહેરાનની મોસલ્વા મસ્જીદમાં તેઓનો નશ્વર દેહ રાખવામાં આવ્યો છે. પછી પાર્થિવ દેહ નજફ અને કરબલા લઈ જવાશે. ૯ મી જુલાઈએ તેઓનાં જન્મ સ્થળ મશદ (મશહદ)માં સુમુર્દે-એ-ખાક કરાશે. આ અંતિમ સંસ્કારમાં ભારત, ચીન અને પાકિસ્તાન સહિત આશરે ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે.









