World

ટ્રમ્પને ભારત શા માટે યાદ આવી ગયું ? બ્રાઝિલની ચૂંટણી અંગે ખોટું પોસ્ટ કરી દીધું

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
બ્રાઝિલમાં પ્રમુખપદની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 98.81% મતદાન થયું. બોલ્સોનારોને 47.24% અને લૂવાને 44.91% મત મળ્યા. 50% મત ન મળતા હવે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે બ્રાઝિલને બદલે ભારત લખી ચૂંટણી અંગે પોસ્ટ કરી હતી. ફલેબિયો બોલ્સેનારો મજબૂત સ્થિતિમાં છે, જેમના પિતા ભ્રષ્ટાચારના કેસમાં 27 વર્ષની સજા ભોગવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પને ભારત શા માટે યાદ આવી ગયું ? બ્રાઝિલની ચૂંટણી અંગે ખોટું પોસ્ટ કરી દીધું
  • દક્ષિણ અમેરિકામાં લગભગ બધા જ દેશોમાં જમણેરી પ્રમુખો છે, ઘણા ખરા નેતાઓને ટ્રમ્પ તંત્ર સાથે ઘણા નિકટના સંબંધો છે

વોશિંગ્ટન : બ્રાઝિલમાં અત્યારે પ્રમુખપદની ચૂંટણી ચાલી રહી છે. પહેલા દોરનું વોટિંગ પણ થઈ ગયું છે. જેમાં ૯૮.૮૧ ટકા વોટિંગ થયું છે. મત ગણતરીના પહેલા દોરમાં બોલ્સોનારોને ૪૭.૨૪ ટકા મત મળ્યા છે, જ્યારે લૂવાને ૪૪.૯૧ ટકા વોટ મળ્યા છે.
આ ચૂંટણી અંગે પ્રમુખ ટ્રમ્પે પણ એક પોસ્ટ કરી દીધુતું પરંતુ તેમાં બ્રાઝિલને બદલે ભારત લખી નાખ્યું. તેઓ ભૂલી જ ગયા હશે કે ચૂંટણી ભારતમાં નહીં બ્રાઝિલમાં થઈ રહી છે. તેઓએ તો તેમના સોશ્યલ મીડીયા પોસ્ટ ઉપર લખી નાખ્યું કે, આજે ભારતમાં પ્રમુખની ચૂંટણીમાં ૧૨.૫ કરોડલોકોએ મત આપ્યા, વોટિંગ ખત્મ થવાના થોડા સમય પછી તે જ દિવસે પરિણામ આવી જાય છે. ડેટ્રોઇટ, ફિલાડેલ્ફીયા, કેલિફોર્નિયા અને અમેરિકાનાં કેટલાએ શહેરો અને રાજ્યો કે જેમાં મતદારોની સંખ્યા ઘણી ઓછી હોય છે, ત્યાં પણ મત ગણતરીમાં સપ્તાહો વીતી જાય છે. મારૃં કહેવું છે કે પરિણામોમાં હેરફેર કરવામાં … અમેરિકામાં ધાંધલ થાય છે.
બ્રાઝિલ પ્રમુખ પદ મેળવવા માટે ૫૦ ટકા મત મેળવવા જરૂરી છે. આ વખતે બે-પાંચ એક પણ ઉમેદવાર ૫૦ ટકા જેટલા મત મેળવી શક્યા નથી. તેથી બીજા દોરમાં બંને આમને સામને આવી જશે.
પહેલા દોર ઉપરથી જાણી શકાય છે કે, ફલેબિયો બોલ્સેનારો મજબૂત સ્થિતિમાં છે. તેઓ બ્રાઝિલના પૂર્વ પ્રમુખ જાય બાલ્સોનાયેના પુત્ર છે. તેઓ જમણેરી નેતા છે. તેઓએ સત્તા પલટ માટે સૈન્યની સહાય લીધી હતી, અને ષડયંત્ર પણ ઘડયું હતું. તેઓ ઉપર કેસ થયો હતો. જેમાં તેઓ દોષિત ઠરાવતાં તેઓને ૨૭ વર્ષની સજા થઇ છે. લાંચ આપવાના આરોપસર તેઓને આ સજા થઇ છે. તેઓ અત્યારે જેલમાં છે.