Get The App

શ્રીલંકા સરકારે લોકોને રાત્રે ઇલેકટ્રિક વ્હિકલ ચાર્જ કરવાની કેમ ના પાડી ?

રાત્રીના પ્રમાણમાં દિવસે પાવર ગ્રીડમાં વીજળી વધારે ઉપલબ્ધ હોય છે

શ્રીલંકામાં સૌર ઉર્જા ભંડારણ માટે મોટા પાયા પર બેટરી સ્ટોરેજ નથી

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
શ્રીલંકા સરકારે લોકોને રાત્રે ઇલેકટ્રિક વ્હિકલ ચાર્જ કરવાની  કેમ ના પાડી ? 1 - image

કોલંબો,૧૮ માર્ચ,૨૦૨૬,બુધવાર 

ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ દુનિયા ભરમાં વધતો જાય છે. શ્રીલંકાએ રાત્રીના સમયે લોકોને પોતાના નાગરિકોએ રાત્રે ઇલેક્ટ્રીક વ્હિકલ  ચાર્જ નહી કરવાની વિનંતી કરી છે. સરકારનું માનવું છે કે રાત્રે ચાર્જીગ કરવાથી વીજળીનો વધારે વપરાશ થાય છે જેની ખપત પુરી કરવા માટે વધુ કોલસા અને ડીઝલનો ઉપયોગ કરવો પડે છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમાર દિસાનાયકેએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઇલેકટ્રિક કારોના લીધે રાત્રે વધારે ૩૦૦ મેગા વોટ વીજળીની જરુર પડે છે અને ગ્રીડ પર દબાણ વધે છે.

 આથી રાત્રીના સ્થાને ગાડીઓ દિવસે ચાર્જ કરવાની આવશ્યકતા છે. રાત્રીના પ્રમાણમાં દિવસે પાવર ગ્રીડમાં વીજળી વધારે ઉપલબ્ધ હોય છે. શ્રીલંકામાં સૌર ઉર્જા ભંડારણ માટે મોટા પાયા પર બેટરી સ્ટોરેજ ઉપલબ્ધ નથી. પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે જંગના લીધે શ્રીલંકા ઉર્જા સંકટનો સામનો કરી રહયું છે. ઇંધણ બચાવવા માટે સરકારે અઠવાડિયામાં ચાર દિવસ જ ઓફિસોમાં  કામ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. દિસાનાયકે કહયું હતું કે યુધ્ધના લીધે દેશને ૯૦ હજાર ટન ક્રુડ ઓયલના બે શિપમેન્ટ મળી શકયા નથી. રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદન ખરીદવા માટે ભારત અને રશિયા જેવા મિત્ર દેશો સાથે શ્રીલંકા વાતચીત કરી રહયું છે.