ટ્રમ્પનો વિશ્વાસ કોણ કરે ? : ઇઝરાયલ હુમલાની રાહ જોતું હતું ત્યાં સોશ્યલ મિડીયાથી ખબર મળી 'પ્લાન કેન્સલ છે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પ પ્લાન બનાવે છે પરંતુ અચાનક પાછા હઠી જાય છે : ઇરાન કહે છે : 'અમને શાંતિ-મંત્રણાની કોઈ ખબર નથી'
નવી દિલ્હી : પ્રમુખ ટ્રમ્પની કામ કરવાની રીત તદ્દન અલગ છે. તેઓ ૧૦ લોકોને સાથે રાખી પ્લાન બનાવે છે, પરંતુ અચાનક જ પ્લાનમાંથી પાછા હઠવાનો નિર્ણય પોતે જ લે છે. તેઓ સાથીઓ સાથે પણ રૂબરૂ વાત કરતા નથી. આનો ઝટકો ઇઝરાયલને લાગ્યો છે. વાસ્તવમાં ઇઝરાયલ-ઇરાન યુધ્ધ હતું. તેમાં અમેરિકા કૂદી પડયું અને યુધ્ધ ઇઝરાયલ - અમેરિકા વિરૂધ્ધ ઇરાન તેમ બની રહ્યું. તેવામાં ટ્રમ્પે હુમલા બંધ કરવાનું એલાન આપી ઇઝરાયલને આંચકો આપી દીધો. તેણે હુમલા બંધ કરવાના તેના નિર્ણયની ઇઝરાયલને તો ટ્રમ્પના સોશ્યલ મિડીયા પ્લેટફોમ ટ્રુથ-સોશ્યલ દ્વારા મળી હતી.
ઇઝરાયલી ચેેનલ-૧૨ના રિપોર્ટ પ્રમાણે ઇઝરાયલના સંરક્ષણ અધિકારીઓ અને રાજદ્વારી અધિકારીઓનું કહેવું છે કે ઈરાન પર અમેરિકાની સાથે મળી હુમલા કરવાની પણ માહિતી અમને કલાકો સુધી મળી ન હતી. ત્યાં બીજી તરફ પ્રમુખ ટ્રમ્પે અચાનક હુમલા બંધ કરવાની જાહેરાત કરી દીધી. તેની પણ માહિતી વડાપ્રધાન નેતન્યાહૂને ટ્રમ્પના સોશ્યલ મીડીયા એકાઉન્ટ ટ્રૂથ સોશ્યલ પરથી મળી.
પહેલા તો ટ્રમ્પે ઈરાન પર પ્રચંડ હુમલો કરવાની વાત કહેતાં જણાવ્યું હતું કે હવે જે હુમલો થશે તે દ્વિતીય વિશ્વ પછી થયેલો સૌથી મોટો હુમલો હશે. તે માટેની યોજના તેમણે તેમના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પણ આપી હતી. ત્યાં તેમના ખાસ વિમાન એર-ફોર્સ વનમાં પત્રકારોને કહ્યું હતું કે, ઇરાન સાથે મંત્રણા સરળતાથી આગળ વધી રહી છે. તે પૂર્વે શનિવારે તો ઇરાને જણાવ્યું હતું કે, 'અમને આવી કોઇ શાંતિ મંત્રણાની માહિતી જ નથી.
આમ ઇરાન યુધ્ધ એવા ત્રિભેટે પહોંચ્યું છે કે તેમાંથી શું અને ક્યારે કશું બની શકે તે કહેવાય તેમ નથી.









