Get The App

જાણો કોને મળશે મહારાણી એલિઝાબેથનો 'કોહિનૂર તાજ'

Updated: Sep 9th, 2022

GS TEAM

Google News
Google News
જાણો કોને મળશે મહારાણી એલિઝાબેથનો 'કોહિનૂર તાજ' 1 - image

લંડન, તા. 09 સપ્ટેમ્બર 2022 શુક્રવાર

બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીયનુ ગુરૂવારે 96 વર્ષની વયે નિધન થઈ ગયુ.  

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના 70 વર્ષના શાસનકાળના અંત બાદ પ્રિન્સ ચાર્લ્સ સિંહાસન સંભાળશે અને આ સાથે જ વધુ એક મહત્વપૂર્ણ પરિવર્તન થશે જે કોહિનૂર હીરા સાથે સંબંધિત છે. 

જાણો કોને મળશે મહારાણી એલિઝાબેથનો 'કોહિનૂર તાજ' 2 - image

આ વર્ષની શરૂઆતમાં રાણીએ જાહેરાત કરી હતી કે પ્રિન્સ ચાર્લ્સ જ્યારે સિંહાસન પર બેસશે તો તેમના પત્ની કેમિલા જો ડચેસ ઓફ કોર્નવાલ છે જે રાણી કન્સોર્ટ બની જશે. જ્યારે આવુ થશે તો કેમિલાને રાજ માતાનો પ્રસિદ્ધ કોહિનૂર તાજ મળશે. 

કોહિનૂર 105.6 કેરેટનો હીરો છે. હીરો 14મી સદીમાં ભારતમાં મળ્યો હતો અને સમય સાથે અલગ-અલગ હાથમાં પહોંચ્યો. 1849માં પંજાબના બ્રિટિશ કબ્જા બાદ હીરો મહારાણી વિક્ટોરિયાને સોંપી દેવાયો હતો. આ ત્યારથી બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સનો ભાગ રહ્યો છે પરંતુ ભારત સહિત ચાર દેશો વચ્ચે આ એક ઐતિહાસિક સ્વામિત્વ વિવાદનો વિષય બનેલો છે. 

વધુ વાંચો: બ્રિટન પર સૌથી વધુ 70 વર્ષ શાસન કરનારા રાણી એલિઝાબેથનું નિધન

કોહિનૂર હીરો વર્તમાનમાં કિંગ જ્યોર્જ VIના 1937 ના રાજ્યાભિષેક માટે ક્વીન એલિઝાબેથ માટે બનાવવામાં આવેલા પ્લેટિનમ ક્રાઉનમાં સેટ કરવામાં આવ્યો છે. આને ટાવર ઓફ લંડનમાં ડિસ્પ્લે પર રાખવામાં આવ્યો છે. 

વધુ વાંચો: મહારાણી એલિઝાબેથની મહાત્મા ગાંધી સાથેની એક યાદ તાજી કરીને PM મોદી થયા ભાવુક