- લોર્ના હઝદીની ઉપર ભારતીય મૂળના યુવાન ચિરાયુ રાણાનું યૌન- શોષણ કરવાનો આરોપ છે : મહિલા બોસે તેને વિયાગ્રા ખવડાવી કામસભર વાતો કરી : રાણા રડી પડયો
વૉશિંગ્ટન : યુવાન કર્મચારી ૩૫ વર્ષના ચિરાયુ રાણા ઉપર યૌન શોષણ કરવાનો તેની બોસ લોર્ના હઝદી ઉપર આરોપ છે રાણા અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ફર્મ 'બ્રેગલ સેજ માઉન્ટ'માં કામ કરે છે. મોર્નાન ચેસની એ પેટા કંપનીમાં કામ કરતા ચિરાયુ રાણાને તેની મહિલા બોસે કહ્યું કે, 'તારે પ્રમોશન જોઈતું હો તો, મને 'ખુશ' કરવી પડશે.' આ જુનિયર કર્મચારીને તેની કંપનીની બોસે તેને વિયાગ્રા પણ ખવડાવી હતી તથા કામુક ચિત્રો દર્શાવ્યા હતા અને જબરજસ્તીથી કામુક વાતો પણ કરી હતી.
જે.પી. મોર્ગન ચેઝ લીડવર્ડઝ ફાયનાન્સ ડીવીઝનના ૩૭ વર્ષના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લોર્ના હઝદીની ઉપર કેસ દાખલ કર્યો છે તેમાં કહ્યું છ કે : 'તેણે મહિનાઓ સુધી એક શાદીશુદા બેન્કરને તેની સહમતી વિના યૌન કૃત્યો માટે મજબૂર કરવામાં આવ્યો હતો.' જ્યારે ચીરાયુએ તેને તે કૃત્યમાં ન સંડોવવા વારંવાર વિનંતી કરી હતી તો તેના જવાબમાં લોર્નાએ કહ્યું કે પ્રમોશન જોઈએ તો મારું કહ્યું 'માનવું' પડશે, અને મને ખુશ કરવી પડશે. તેની ઉપર દબાણ કરાયું તથા તેને ફરજિયાત વિયાગ્રા પણ ગળાવી એટલી બળજબરી કરી કે તે રડી પડયો.
ન્યૂયોર્ક પોસ્ટ આ માહિતી આપતા જણાવે છે કે, ૩૫ વર્ષનો રાણા બ્રેગલ સેજ માઉન્ટમાં પ્રેસિડેન્ટ (પ્રિન્સિપાલ) છે ત્યાં તે કંપનીની સોફ્ટવેર, હેલ્થકેર, ફાયનાન્સ ટેક્નોલોજી, બિઝનેસ સર્વિસીસ, કન્ઝ્યુમર સર્વિસઝ અને નિવેશ વિભાગમાં કામ કરે છે.


