- ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવારના 11-00 વાગ્યાથી 'પ્રેસ લિડ' મુકાઈ ગયું છે
- 1લી એપ્રિલની સ્પીચ પછી તેઓ જાહેરમાં ક્યાંય દેખાયા નથી : ઝૂકીને ચાલે છે, ગોઠણ સૂઝી ગયેલા છે : ચાલવામાં તકલીફ છે : હાથ પર છરકા દેખાય છે
વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની તંદુરસ્તી અંગે તાજેતરમાં અનેકવિધ અટકળો થઈ રહી છે. તેઓ મહત્ત્વના કાર્યક્રમોમાં પણ અનુપસ્થિત રહે છે. રવિવારે યોજાયેલા 'ઇસ્ટર- સન્ડે' કાર્યક્રમમાં પણ તેઓ હાજર ન રહ્યા હોવાથી તેઓની તંદુરસ્તી અંગે અનેકવિધ અટકળો ચાલી રહી છે. તેઓના નિકટવર્તીઓ તેઓના આરોગ્ય વિષે સહજ રીતે ચિંતિત છે પરંતુ હજી સુધી કોઈ સાચા સમાચાર મળી શકતા નથી.
જો કે, વ્હાઇટ હાઉસે આવી બધી 'અફવા'ઓને રદિયો આપ્યો છે. તેઓએ રવિવારે જ ઇરાન પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. પોતાના 'ટ્રુથ સોશ્યલ' હેન્ડલ પર તેઓએ જણાવ્યું 'મંગળવાર તે પાવર પ્લાંટનો દિવસ' બની રહેશે અને 'બ્રિજ-ડે' બની રહેશે. ઇરાનમાં બધું સમેટાઈ રહેશે જેવું તમે કદી જોયું ન હોય તેવું બનશે. તે 'ફ... સ્ટ્રેઇટ્ઝ ખોલી નાખો બેફામ 'બા... જો તેમ નહીં કરો તો તમો નર્કમાં પડી જશો. જો જો ! અલ્લાહને સ્મરી લેજો. તેમની પ્રાર્થના કરી લેજો.'
આટલા ઉગ્ર પ્રવચન પછી ટ્રમ્પ 'ઇસ્ટર ઇવેન્ટ'માં ઉપસ્થિત રહી શક્યા ન હતા. છેલ્લે તેઓ 'ટ્રમ્પ નેશનલ ગૉલ્ફ ક્લબ' પાસે જોવા મળ્યા હતા. વ્હાઇટ હાઉસે પહેલા તેમ પણ જણાવ્યું હતું કે પ્રમુખ આજે પત્રકારોને સંબોધવા વિચારે છે. આમ છતાં વાતો વહી રહી છે કે, રવિવારે તેઓ 'ઇસ્ટર ચર્ચ સર્વિસીઝમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. તેઓ નેશનલ ગૉલ્ફ ક્લબમાંથી ઑવલ ઓફિસ તરફ જવા રવાના થયા ત્યારે જરા વાંકા વળી ગયેલા દેખાતા હતા. વાસ્તવમાં ૧લી એપ્રિલે રાષ્ટ્રજોગ સંબોધન કર્યા પછી જાહેરમાં તો દેખાયા જ નથી.
દરમિયાન એવી વાત વહેતી થઈ છે કે, એપ્રિલ ૪,ના દિવસે પ્રમુખ ટ્રમ્પને 'વૉલ્ટર રીડ નેશનલ મીલીટરી મેડિકલ સેન્ટર'માં સારવાર માટે દેખલ કર્યા છે. જો કે, વ્હાઇટ હાઉસે તે અહેવાલને રદિયો આપ્યો છે.
આ શંકા એટલે દ્રઢીભૂત થાય છે કે, ઇસ્ટર્ન ટાઇમ પ્રમણે સવારે ૧૧-૦૦ મિનિટે વ્હાઇટ હાઉસે 'પ્રેસ-લિડ' મૂકી દીધું છે. વાસ્તવમાં ૨૦૨૬ની શરૂઆતથી જ પ્રમુખ ટ્રમ્પની તંદુરસ્તી અંગે જુદી જુદી વાતો વહેતી થઈ રહી છે. તેઓને ગોઠણમાં સોજો છે, ચાલવામાં તકલીફ છે. સીડી ચઢવામાં તો ભારે મુશ્કેલી થાય છે. હાથ ઉપર ઉઝરતા શેના છે, શાથી થયા છે તે જાહેર કરાતું નથી. તેઓ રોજ એસ્પીરીનનો 'હાઇ ડૉઝ' (૩૨૫ મી.ગ્રા.) લે છે, તેટલું જ નહી મીટીંગ સ્થળે ઝોકા ખાય છે.


