Get The App

કોઈ પણ ભોગે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લુ કરાવીશું, ચીન-યુકે પણ મોકલે યુદ્ધ જહાજ: ટ્રમ્પનું મોટું નિવેદન

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
કોઈ પણ ભોગે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લુ કરાવીશું, ચીન-યુકે પણ મોકલે યુદ્ધ જહાજ: ટ્રમ્પનું મોટું નિવેદન 1 - image

Donald Trump On hormuz Strait: ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) તો ખુલશે જ, પછી ભલે તે ગમે તે રીતે ખોલવું પડે. ટ્રમ્પે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા માટે અન્ય દેશો પણ અમેરિકાને સહકાર આપશે અને પોતાના યુદ્ધ જહાજો મોકલશે.

'ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા યુદ્ધ જહાજો મોકલશે'

ટ્રમ્પે કહ્યું કે, 'અમને આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય દેશો પણ આ વિસ્તારમાં પોતાના જંગી યુદ્ધ જહાજો મોકલશે'. ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ કોઈ ખતરો નહીં રહે.' જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ  ખુલ્લી, સુરક્ષિત અને મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમેરિકા ઈરાનની નૌ-સેના પર હુમલા યથાવત રાખશે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

'ઘણા દેશો, ખાસ કરીને જેઓ ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ કરવાના પ્રયાસોથી પ્રભાવિત થયા છે, તેઓ આ સામુદ્રધુનીને ખુલ્લી અને સુરક્ષિત રાખવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની સાથે મળીને યુદ્ધ જહાજો મોકલશે. અમે ઈરાનની સૈન્ય ક્ષમતાનો ૧૦૦% નાશ કરી દીધો છે, પરંતુ તેમના માટે એક કે બે ડ્રોન મોકલવા, માઈન (દરિયાઈ સુરંગ) નાખવી અથવા આ જળમાર્ગમાં ગમે ત્યાં ટૂંકા અંતરની મિસાઈલ છોડવી સરળ છે, પછી ભલે તેઓ ગમે તેટલી ખરાબ રીતે હારી ગયા હોય. આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, યુકે અને અન્ય દેશો, જેઓ આ કૃત્રિમ અવરોધથી પ્રભાવિત છે, તેઓ આ વિસ્તારમાં જહાજો મોકલશે જેથી હોર્મુઝની સામુદ્રધુની હવે એવા રાષ્ટ્ર તરફથી ખતરો ન રહે જે સંપૂર્ણપણે પરાજિત (Decapitated) થઈ ગયું છે. આ દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે બોમ્બમારો કરશે, અને સતત ઈરાની બોટ અને જહાજોને દરિયામાં તોડી પાડશે. ગમે તે રીતે, આપણે ટૂંક સમયમાં હોર્મુઝની સામુદ્રધુનીને ખુલ્લી (OPEN), સુરક્ષિત (SAFE) અને મુક્ત (FREE) કરીશું!'

કોઈ પણ ભોગે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લુ કરાવીશું, ચીન-યુકે પણ મોકલે યુદ્ધ જહાજ: ટ્રમ્પનું મોટું નિવેદન 2 - image

તેલના ઠેકાણાઓ પર હુમલો

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ શુક્રવારે ઈરાનના ઓઈલ નેટવર્ક માટે મહત્વપૂર્ણ એવા એક ટાપુ પર સ્થિત સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે. સાથે જ ચેતવણી આપી હતી કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવરમાં હસ્તક્ષેપ કરવાનું ચાલુ રાખશે, તો તેના તેલના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકન સેનાએ શુક્રવારે ઈરાનના ખાર્ગ ટાપુ પર સ્થિત ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ખાર્ગ ટાપુ પર ઈરાનના તેલ નિકાસનું મુખ્ય ટર્મિનલ આવેલું છે.

આ પણ વાંચો: Explainer: ઈરાનનો 'કોહિનૂર' કેમ કહેવાય છે ખાર્ગ આઈલેન્ડ? જાણો અમેરિકાએ આ ટાપુ પર જ કેમ વરસાવ્યા બોમ્બ

ઈરાનનો વળતો પ્રહાર

બીજી તરફ, ઈરાની સશસ્ત્ર દળોના વરિષ્ઠ પ્રવક્તાએ શનિવારે વળતો પ્રહાર કરતા કહ્યું કે અમેરિકા હવે વિશ્વ શક્તિ રહ્યું નથી. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અમેરિકાની દખલગીરી ખતમ થવી જોઈએ. ઈરાની સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબોલફઝલ શેખરચીએ મુસ્લિમ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મોકલેલા સંદેશમાં ઈરાન અને ઈરાની જનતા પર ભરોસો રાખવા આહ્વાન કર્યું હતું. તેમણે અમેરિકા અને ઈઝરાયલનો સામનો કરવા માટે પરસ્પર એકતા, મિત્રતા અને એકજૂથતા જાળવી રાખવા માટે પણ અપીલ કરી હતી.