World

દ્વિતીય વિશ્વ યુધ્ધ પછીનો સૌથી મોટો હુમલો કરવા અમે તૈયાર હતા : ટ્રમ્પ

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું કે, તેઓ પરમાણુ શસ્ત્રો બનાવવાની જીદ છોડી દે. ટ્રમ્પે વેનેઝુએલાનું ઉદાહરણ આપી કહ્યું કે, 48 કલાકમાં મોટો ફેરફાર કરાવી દીધો હતો. તહેરાનની વિનંતી બાદ દ્વિતીય વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું આક્રમણ ટાળ્યું હતું. જોકે, સમજૂતીની આશાએ વૈશ્વિક તેલના ભાવ ઘટ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દ્વિતીય વિશ્વ યુધ્ધ પછીનો સૌથી મોટો હુમલો કરવા અમે તૈયાર હતા : ટ્રમ્પ
  • અમેરિકા-ઈરાન યુધ્ધ
  • ઈરાનને ન્યૂકિલયર બોમ્બની મહેચ્છા છોડી દેવાનું કહેવા સાથે અમેરિકી પ્રમુખે વેનેઝુએલામાં યુએસની કાર્યવાહીની યાદ આપી

વોશિંગ્ટન :પ્રમુખ ટ્રમ્પે બુધવારે (સ્થાનિક સમય પ્રમાણે) ઈરાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે, વાસ્તવમાં અમે દ્વિતીય વિશ્વ યુધ્ધ પછી નોંધાયેલું સૌથી મોટુ આક્રમણ કરવા અમે તૈયાર હતા. પરંતુ તહેરાનની વિનંતી પછી અમે તેમ કરવાનું નિવાર્યું હતું. સાથે પ્રમુખ ટ્રમ્પે ઈરાનને સમજૂતી ઉપર આવવા જણાવ્યું હતું.
લા વેગાસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે : હું ફરી એકવાર ઈરાનને કહ્યું હતું કે તે પરમાણુ શસ્ત્ર બનાવવાની જીદ છોડી દે. અમે તેને તે બનાવવા દેશું જ નહીં.
વળી ટ્રમ્પ અમેરિકી હુમલાઓને લીધે ઘણું જ નિર્બળ બની ગયું છે. આ સાથે પ્રમુખે વેનેઝુએલાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, તે યાદ રહે કે વેનેઝૂએલામાં માત્ર ૪૮ કલાકમાં જ કેવો મોટો ફેરફાર અમે કરાવી દીધો હતો. અમે ધારીએ તો ઈરાનને નર્કાગાર બનાવી શકીએ તેમ છીએ, પરંતુ અમે જન સામાન્યને મારવા માગતા નથી.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, અણે દ્વિતીય વિશ્વ યુધ્ધ પછીનો સૌથી મોટો હુમલો કરવા તૈયાર જ હતા. પરંતુ ઇરાને ફોન કર્યો તેથી તે હુમલો નિવારવામાં આવ્યો હતો.
દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઇસ્માઇલ બધાઈએ કહ્યું હતું કે, હોર્મુઝ- સ્ટ્રેઇટસ સંબંધેના ઓમાન સાથેના કરારો લગભગ અંતિમ તબક્કામાં પહોંચ્યા છે. સાથે તેમ પણ કહ્યું હતું કે, જો કોઇ પાર્ટી (યુએન) તેમાં અવરોધ ઉભો નહીં કરે તો એક સંયુક્ત નિવેદન પણ પ્રસિધ્ધ કરાશે.
આ સંબંધે એસોસિએટેડ પ્રેસ જણાવે છે કે, આ કરારોનો મુસદ્દો તો તૈયાર થઇ જ ગયો છે. પરંતુ તેને સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ મોજતબા ખામેનેઇની આખરી મંજૂરી મળવી જરૂરી છે.
એસોસિએટેડ પ્રેસ વરિષ્ટ અધિકારીને ટાંકતા જણાવે છે કે, જો ઈરાન-યુએસ વચ્ચે સમજૂતી સધાઈ જાય અને અમેરિકા-ઈરાન મંત્રણાઓ સફળ પણ રહે તો હોર્મુઝ સ્ટ્રેઇટસ ફરી ખુલી પણ શકે.
બીજી તરફ સમજૂતીની આશાને લીધે હવે ગલ્ફમાંથી તેલનો પ્રવાહ ફરી પહેલા જેટલો જ શરૂ થશે તેમ લાગતા તેલના વૈશ્વિક સ્તરના ભાવ ઘટયા છે. બ્રેન્ટ ઓઇલ બેરલ દીઠ ૮૦ ડોલરથી નીચે ગયું છે.