World

માનવજાત સામે ગંભીર સંકટની ચેતવણી! 66 વર્ષ જૂની ભવિષ્યવાણી ચર્ચામાં, AIની વાત થઈ રહી છે સાચી

By GS Team
20 Sep 20263 mins read
TukuTouch Logo
વર્ષ 1960માં અમેરિકન વૈજ્ઞાનિક મેગેઝિન 'સાયન્સ'માં યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના 3 સંશોધકોએ એક આગાહી કરી હતી. તે મુજબ, 13 નવેમ્બર, 2026 સુધીમાં માનવ સભ્યતા ગંભીર સંકટમાં મુકાઈ શકે છે. આ આગાહી વધતી વસ્તી અને મર્યાદિત સંસાધનોની વૈજ્ઞાનિક ચેતવણી હતી. વૈજ્ઞાનિક હેઇન્ઝ વોન ફોર્સ્ટરે AI અંગે પણ દાયકાઓ પહેલાં ચેતવણી આપી હતી, જે આજે ફરી ચર્ચામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માનવજાત સામે ગંભીર સંકટની ચેતવણી! 66 વર્ષ જૂની ભવિષ્યવાણી ચર્ચામાં, AIની વાત થઈ રહી છે સાચી

1960 Doomsday Prediction: આ સમયે સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને માનવજાતના ભવિષ્યને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન એક 66 વર્ષ જૂની આગાહી પણ ભારે ચર્ચામાં આવી છે. આ આગાહી કોઈ ભવિષ્યવક્તા દ્વારા નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી, જેના મુજબ દુનિયાના અંતમાં હવે બસ ગણતરીના અઠવાડિયા જ બાકી રહ્યા છે.

66 વર્ષ જૂની આગાહીએ ખેંચ્યુ ધ્યાન

વિશ્વમાં મોંઘવારી, બેરોજગારી અને ઝડપથી બદલાતી ટેકનોલોજી વચ્ચે એક જૂની વૈજ્ઞાનિક આગાહીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. લગભગ 66 વર્ષ પહેલાં કરવામાં આવેલી આ આગાહીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 13 નવેમ્બર, 2026 સુધીમાં માનવ સભ્યતા અત્યંત ગંભીર સંકટની સ્થિતિમાં પહોંચી શકે છે. આ આગાહી વર્ષ 1960 માં અમેરિકન વૈજ્ઞાનિક મેગેઝિન 'સાયન્સ'માં પ્રકાશિત એક સંશોધનમાં કરવામાં આવી હતી. આ રિસર્ચ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના ત્રણ સંશોધકો- હેઇન્ઝ વોન ફોર્સ્ટર (Heinz von Foerster), પેટ્રિશિયા એમ મોરા (Patricia M. Mora) અને લોરેન્સ ડબલ્યુ એમિઓટ (Lawrence W. Amiot) દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

માનવ વસ્તીથી વધશે વિનાશ

1798માં અર્થશાસ્ત્રી થૉમસ માલ્થસે પણ ચેતવણી આપી હતી કે, એક સમય એવો આવશે જ્યારે માનવ વસ્તી એટલી વધી જશે કે ખોરાકની અછતથી મોટો વિનાશ થઈ શકે છે, પરંતુ આજ સુધી આવી સ્થિતિ તે સ્વરૂપે સામે આવી નથી. તેથી 13 નવેમ્બર, 2026ની તારીખને વિશ્વના અંતની ચોક્કસ આગાહી માનવાને બદલે વધતી વસ્તી અને પૃથ્વીના મર્યાદિત સંસાધનો અંગે આપવામાં આવેલી એક જૂની વૈજ્ઞાનિક ચેતવણી તરીકે જોવી વધુ યોગ્ય રહેશે.

2026ને લઈને શું છે આગાહી?

જ્યારે આ સંશોધન પ્રકાશિત થયું હતું, ત્યારે વિશ્વની વસ્તી લગભગ 3 અબજ હતી. આજે આ સંખ્યા વધીને લગભગ 8.3 અબજ થઈ ચૂકી છે. જોકે વર્તમાન અંદાજો મુજબ વિશ્વની વસ્તી 2080ના દાયકામાં લગભગ 10.3 અબજ આસપાસ પહોંચી શકે છે, અને ત્યારબાદ તેમાં ઘટાડો શરૂ થવાની શક્યતા છે. આ જ કારણ છે કે 1960ની આ આગાહીને આજે ફરી ચર્ચામાં લાવવામાં આવી રહી છે. જોકે તેનો અર્થ એ નથી કે, વૈજ્ઞાનિકોએ ખરેખર 2026માં દુનિયા ખતમ થવાની નિશ્ચિત તારીખ આપી દીધી હતી. વૈજ્ઞાનિકોએ તે સમયે દુનિયાની વધતી વસ્તી અને તેના વધવાની ઝડપનો અભ્યાસ કર્યો હતો. તેમનું માનવું હતું કે, જો વસ્તી આ જ ઝડપે વધતી રહેશે તો એક સમય એવો આવશે જ્યારે પૃથ્વીના સંસાધનો માનવીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા રહેશે નહીં.

AIને લઈને એક મહત્વની ચેતવણી

આ વાતને વધુ રસપ્રદ બનાવે છે વૈજ્ઞાનિક હેઇન્ઝ વોન ફોર્સ્ટરનું નામ. તેમણે દાયકાઓ પહેલાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને પણ એક મહત્વપૂર્ણ ચેતવણી આપી હતી. 1995માં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે સમજાવ્યું હતું કે, કોઈ મશીન માણસો જેવું કામ કરે તો તેનો અર્થ એ નથી કે તે માણસોની જેમ વિચારે પણ છે. તેમણે ઉદાહરણ આપ્યું હતું કે જો કોઈ રોબોટ બ્લોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગોઠવી દે, તો તેને માનવ બુદ્ધિમત્તા માની લેવી ખોટી હોઈ શકે છે. આજે જ્યારે લોકો AI ચેટબોટ્સ સાથે વાતો કરી રહ્યા છે, અને કેટલાક લોકો તેમની સાથે લાગણીશીલ સંબંધો પણ બનાવી રહ્યા છે, ત્યારે વોન ફોર્સ્ટરની જૂની ચેતવણી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.