World

ઈરાન-યુક્રેન વચ્ચે યુદ્ધના એંધાણ ! જહાજ પર હુમલો થતા અરાઘચી ભડક્યા, કહ્યું, ‘બદલો લઈશું’

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
કેસ્પિયન સાગરમાં ઈરાની વ્યાપારી જહાજ પર થયેલા હુમલા બાદ ઈરાન યુક્રેન પર ભડક્યું છે. 1 નાવિકના મોતથી ઈરાને આકરી ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ આરોપ લગાવ્યો કે, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી ઈઝરાયેલના કહેવા પર UN ચાર્ટરનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઈરાને આ ઘટનાનો યોગ્ય જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-યુક્રેન વચ્ચે યુદ્ધના એંધાણ ! જહાજ પર હુમલો થતા અરાઘચી ભડક્યા, કહ્યું, ‘બદલો લઈશું’

Iran Ukraine Conflict : કેસ્પિયન સાગરમાં પોતાના વેપારી જહાજ પર થયેલા હુમલા બાદ ઈરાન યુક્રેન પર બરાબરનું ભડકી ઊઠ્યું છે. આ હુમલામાં 1 નાવિકનું મોત થતાં ઈરાને આકરી ચેતવણી આપી છે કે, આ ઘટનાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

ઈરાનનો ચોંકાવનારો આરોપ

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી (Iranian Foreign Minister Seyyed Abbas Araghchi)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો કે, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ જેલેન્સ્કી (Ukrainian President Volodymyr Zelenskyy) ઈઝરાયેલના કહેવા પર કામ કરી રહ્યા છે. તેમણે લખ્યું, 'યુરોપને પોતાની લડાઈમાં ઘસડી લાવવા માટે ઈઝરાયેલના કહેવા પર UN ચાર્ટરનું ખુલ્લું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.'

કડક કાર્યવાહીની ચેતવણી

ઈરાને અન્ય વિદેશી નેતાઓ સાથેની વાતચીતમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અરાઘચીએ જણાવ્યું કે, 'કીવમાં મફતખોરો જે કર્યું છે, તેનો બદલો લીધા વિના નહીં રહેવાય.'

તણાવ વધવાનું કારણ

જેલેન્સ્કીએ સ્વીકાર્યું હતું કે, તેમણે કેસ્પિયન સાગરમાં રશિયન યુદ્ધ જહાજ અને ઈરાની લશ્કરી સામાન લઈ જતા જહાજો પર હુમલો (Caspian Sea Attack) કર્યો હતો. જેલેન્સ્કીનો આરોપ છે કે, રશિયા મધ્ય પૂર્વમાં હુમલા માટે ઈરાન સાથે સેટેલાઈટ માહિતી શેર કરે છે. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.