ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટયો : 467 ફલાઇટને અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જકાર્તા : ઇન્ડોનેશિયામાં વહેલી સવારે અનાક ક્રાકાટોઆ જવાળામુખી ફાટી ગયો હતો. વિસ્ફોટ પછી રાખનાં બે વાદળો બની ગયા હતાં. જેમાંથી એક ૨૦ હજાર ફૂટ સુધી પહોંચ્યું હતું. જ્યારે બીજું ૫૦ હજાર ફૂટની ઉંચાઇ સુધી ગયું હતું.
રાખ ફેલાવવાને કારણે જકાર્તાનાં સોઆકાર્નો-હટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલાક કલાકો સુધી ફલાઇટો બંધ રાખવાની ફરજ પડી હતી.
આ જવાળામુખી જાવા અને સુમાત્રા દ્વીપોની વચ્ચે સુંડા જળ સંધિમાં આવેલ છે. ભૂવૈજ્ઞાાનિક એજન્સીનાં જણાવ્યા અનુસાર અહીં શુક્રવારથી હલચલ વધી ગઇ હતી. રવિવાર સવારે ૩.૫૩ કલાકે લગભગ ૩૦ સકન્ડ સુધી વિસ્ફોટ થયો હતો. કેમેરામાં જ્વાળામુખીમાંથી નીકળતા લાવાની ચમક પણ જોવા મળી હતી. અત્યાર સુધી કોઇનાં પણ મોતનાં સમાચાર નથી. લોકોને સક્રિય ક્રેટરથી ઓછામાં ઓછા ૩ કિમી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
વિસ્ફોટ પછી રાખનાં બે અલગ અલગ વાદળો બન્યા હતાં. પ્રથમ લગભગ ૨૦,૦૦૦ ફૂટની ઉંચાઇ સુધી પહોંચ્યું હતું. તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધ્યું હતું. જેના કારણે જકાર્તા, બૈંટન, પશ્ચિમી જાવાનાં કેટલાક ભાગોમાં અસર થઇ હતી.
બીજું વાદળ ૫૦ હજાર ફૂટ સુધી પહોંચ્યું હતું. તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની તરફ આગળ વધ્યું હતું. જેના કારણે બૈંટન, લૈપુંગ, બેંગકુલુ, સુમાત્રાની પશ્ચિમમાં હિંદ મહાસાગરનાં કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી હતી.
રાખ ફેલાવવાનાં કારણે સોએકાર્નો હટ્ટા એરપોર્ટ પર સવારે ૫.૩૦થી ૯.૩૦ વાગ્યા સુધી ફલાઇટો બંધ કરી દેવામાં આવી હતી. રવિવારનાં દિવસે કુલ ૪૬૭ ફલાઇટને અસર થઇ હતી.
જેના કારણે ૧.૫૦ લાખથી વધુ યાત્રીઓને અસર થઇ હતી. આંતરરાષ્ટ્રીય ફલાઇટોમાં સિંગાપુર જનારી ફલાઇટોને સૌથી વધુ અસર થઇ હતી. રાતનાં સમયે એરપોર્ટ પર ઉભા કરવામાં આવેલા ૧૭૦ વિમાનોને ત્યાં જ રાખી મૂકવામાં આવ્યા હતાં.




