- ભારત-ઇરાન વચ્ચે સદીઓથી વ્યાપાર ચાલતો આવ્યો છે : આ મંદિરો, ભારત-ઇરાનના પ્રાચીન સંસ્કૃતિના સંબંધો દર્શાવે છે
નવી દિલ્હી : બંદર અબ્બાસ સ્થિત પ્રાચીન વિષ્ણુ મંદિર, તાજેતરમાં જ અમિતાભ બચ્ચને સોશ્યલ મીડીયા પર કરેલા પોસ્ટથી ચર્ચામાં આવ્યું છે. ૧૮૯૨ માં કઝાર-કામાં બનાવાયેલું આ મંદિર ભારતીય અને ઇરાની વાસ્તુ-કલાનાં સંયોજન સમાન છે.
બોલીવૂડના દિગ્ગજ અભિનેંતા અમિતાભ બચ્ચને આ વિષ્ણુ મંદિરનો વીડીયો શેર કર્યો છે. જે ૭ લાખથી વધુ નેટીઝને ૨૪ કલાકમાં જોયો છે. કેપ્શનમાં લખ્યું છે '૧૮૯૨ માં ભારતીય વ્યાપારીઓ માટે બનાવવામાં આવેલું આ પ્રાચીન હિન્દુ મંદિર છે.'
આ મંદિર હોર્મુઝ પ્રાંતમાં મુખ્ય શહેર બંદર અબ્બાસમાં આવેલું છે. ઐતિહાસિક દસ્તાવેજો પ્રમાણે તેનું નિર્માણ કાર્ય ૧૮૮૮માં શરૂ થયું અને પુરું થતાં ચાર વર્ષ લાગ્યા હતા.
આ મંદિર એક બ્રિટિશ ઇન્ડિયન કંપનીમાં કામ કરનાર ભારતીયોએ અને ત્યાં રહેલા હિન્દુ વ્યાપારીઓએ બનાવ્યું હતું. ઇતિહાસકાર, મોહમ્મદ અલી સાહેદ અલ સલ્વાનેહ જણાવે છે કે હોર્મુઝ પ્રાંતના સ્થાનિક શાસક મોહમ્મદ હસન અલ મલિકની અનુમતિથી એ મંદિર બાંધવામાં આવ્યું હતું.
આ મંદિરની વાસ્તુકલા પારમ્પરિક ભારતીય શૈલીથી જુદી છે. તે ઇરાની પ્રભાવવાળી ઇન્ડો-ઇરાનીયન શૈલીમાં રચાયું છે. કેન્દ્રીય કક્ષ ઉપર પ્યાજ આકારનો ગુંબજ છે. તેમાં કમળની નક્શી કરી છે. છત ઉપર જવા માટે સાઈડમાં સીડી છે. તેમજ પૂરતો સૂર્યપ્રકાશ પણ મંદિરમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિરની રચના માટે મોર્ટાર, કોરલ સ્ટોન, ચીકણી માટી અને ચૂનાનો ઉપયોગ કરાયો છે. અંદરની પ્રતિમાઓમાં ઉઘડે તેવા નાના ખંડો તથા પૂજારીઓને રહેવા માટેના ખંડો રચવામાં આવ્યા છે. કેન્દ્રીય છઠ્ઠી પૃથ્વી અને આકાશના યક્ષનું પ્રતીક માનવામાં આવે છે.
૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ પછી મોટા ભાગના ભારતીયો ત્યાંથી આવ્યા હતા. તેથી મંદિર લગભગ ખાલી લાગે છે. અંદરની દિવાલોમાં પેન્ટિંગ નષ્ટ થઈ ગયા છે. પરંતુ ભગવાન વિષ્ણુ, રાધા-કૃષ્ણ અને ભગવાન બુદ્ધની પ્રાચીન મૂર્તિઓ છે. પેન્ટીંગ પણ છે. એક ખંડમાં નાનું એવું સંગ્રહાલય છે. જેમાં નટરાજ શિવની મૂર્તિ છે.
આ મંદિરને ગોહાન નામ અપાયું છે. કારણ કે સ્થાનિક લોકો હિન્દુઓને ગુરુ કે ગબર કહેતા હતા. તેથી તે મંદિરનું નામ ગોહાન મંદિર રાખવામાં આવ્યું છે.
આ વિષ્ણુ મંદિર ઉપરાંત ઇરાનનાં ઝરીદ્દનમાં આર્ય સમાજનું મંદિર પણ છે. આ મંદિરો બંને દેશોના સાંસ્કૃતિક સંબંધો દર્શાવે છે. ૧૯૭૯ ની ઇસ્લામિક ક્રાંતિ પછી મોટા ભાગના ભારતીયો આ બંને સ્થળોએથી ચાલ્યા જતાં આ મંદિરો અત્યારે તો બિસ્માર હાલતમાં છે. મંદિરોની દિવાલો ઉપરના પેન્ટિંગ્સ નષ્ટ થઈ ગયાં છે. પરંતુ ભગવાન વિષ્ણુ, ભગવાન બુદ્ધ અને રાધા-કૃષ્ણની પૂરાણી મૂર્તિઓ તથા પેન્ટિંગ હજી પણ દેખાય છે. એક ખંડને નાનું એવું સંગ્રહસ્થાન બનાવી દેવાયો છે. ત્યાં નટરાજ શિવની મૂર્તિ પણ છે.


