VIDEO : એથેન્સ નજીક જંગલની આગ ઓલવતા બે હેલિકોપ્ટર હવામાં ટકરાયા, પાયલટનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Greece Helicopter Crash : ગ્રીસની રાજધાની એથેન્સના પશ્ચિમમાં આવેલા સાઈથા વિસ્તારમાં જંગલની ભયાનક આગ ઓલવી રહેલા 2 અગ્નિશામક હેલિકોપ્ટર હવામાં સામસામે ટકરાયા છે. આ અકસ્માતમાં 1 પાયલટનું મોત નીપજ્યું છે, જ્યારે ક્રૂના અન્ય સભ્યો ઘાયલ થયા છે. ટકરાયેલા બંને હેલિકોપ્ટર Bell 214ST મોડેલના હતા. ઘટના બાદ તરત જ સેના અને ફાયર બ્રિગેડ દ્વારા મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ખાઈમાંથી મળ્યા ઘાયલ ક્રૂ સભ્યો
અકસ્માત બાદ બચાવ ટુકડીને ઘાયલ ક્રૂ સભ્યો એક ઊંડી ખાઈમાંથી મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શુક્રવારથી સળગી રહેલી આ આગ ભારે પવનના કારણે ખૂબ ઝડપથી ફેલાઈ રહી હતી, જેના કારણે અટિકા વિસ્તારના અનેક ગામડાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
ખરાબ હવામાન અને ધુમાડાને લીધે સર્જાયો અકસ્માત
જંગલમાં ચારેય તરફ ફેલાયેલો ઘાટો ધુમાડો, ઓછી વિઝિબિલિટી અને કલાકના વિષમ પવનના કારણે પાયલટો માટે હેલિકોપ્ટર ઉડાવવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. એક જ વિસ્તારમાં પાણીનો છંટકાવ કરવા માટે એકસાથે અનેક હેલિકોપ્ટર ઉડી રહ્યા હોવાથી આ મિડ-એર કોલિઝન સર્જાયું હતું.









