World

VIDEO: એશિયન ગેમ્સ પહેલાં જાપાનમાં કુદરતી આફત, નાગોયાના રસ્તા જળબંબાકાર, 400 ખેલાડી ફસાઈ ગયા

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
જાપાનના નાગોયા શહેરમાં એશિયન ગેમ્સ 2026 શરૂ થવાના 10 દિવસ પહેલા રેકોર્ડબ્રેક વરસાદે તબાહી મચાવી છે. 'લેવલ-5' પૂર એલર્ટ જાહેર કરાયું છે. ફિલિપાઈન્સ સહિતના 400 એથ્લીટોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જોકે, મેયરે તમામ ખેલાડીઓ સુરક્ષિત હોવાનું અને ગેમ્સ નિર્ધારિત સમયે જ યોજાશે તેમ જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: એશિયન ગેમ્સ પહેલાં જાપાનમાં કુદરતી આફત, નાગોયાના રસ્તા જળબંબાકાર, 400 ખેલાડી ફસાઈ ગયા

Nagoya Floods : જાપાનના નાગોયા શહેરમાં એશિયન ગેમ્સ 2026 શરૂ થવામાં માત્ર 10 દિવસ બાકી છે ત્યારે રૅકોર્ડબ્રેક વરસાદે ભારે તબાહી મચાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દૃશ્યોમાં રસ્તા પાણીમાં ડૂબેલા અને વાહનો પાણીમાં ફસાયેલા નજરે પડી રહ્યા છે.

લેવલ-5 ફ્લડ ઍલર્ટ અને શહેરીજનોનું સ્થળાંતર

મીડિયા રિપોર્ટ મુજબ, મૂશળધાર વરસાદના કારણે શહેરમાં 'લેવલ-5'નું પૂરનું ઍલર્ટ જારી કરવું પડ્યું છે. આ આફતના કારણે એશિયન ગેમ્સમાં ભાગ લેવા પહોંચેલા ફિલિપાઈન્સ સહિત અનેક દેશોના આશરે 400 જેટલા એથ્લીટ અને સપોર્ટ સ્ટાફને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત અને ઊંચા સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓ શિપિંગ કન્ટેનરમાંથી બનાવેલા અસ્થાયી આવાસમાં રોકાયેલા હતા.

તમામ એથ્લીટ સંપૂર્ણપણે સુરક્ષિત

શહેરમાં આટલી મોટી આપત્તિ છતાં નાગોયાના મેયર ઇચિરો હીરોસાવાએ લોકો અને ખેલાડીઓનું મનોબળ જાળવી રાખ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તમામ એથ્લીટો સંપૂર્ણપણે સુરક્ષિત છે. જોકે, કેટલાક સ્થળો પર વેન્યુની છતમાંથી પાણી ટપકવાની ફરિયાદો જરૂર આવી છે, પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. મેયરનો દાવો છે કે, એશિયન ગેમ્સ નિર્ધારિત સમયે જ યોજાશે અને તૈયારીઓને લઈને ડરવાની કોઈ જરૂર નથી.

ભારતીય ટીમની તૈયારીઓ અને વિદાય સમારોહ

આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) દ્વારા ભારતની 503 સભ્યોની મજબૂત ટીમ માટે ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ખેલાડીઓ પહેલાથી જ જાપાન પહોંચી ગયા છે અથવા પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.