VIDEO : PM મોદીના પ્લેનની સુરક્ષા માટે ઈન્ડોનેશિયાના આકાશમાં ઉતર્યા ફાઇટર જેટ્સ, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indonesian Fighter Jets Escort PM Modi Plane : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાતે છે. પ્રવાસના પ્રથમ તબક્કામાં તેઓ ઈન્ડોનેશિયા પહોંચ્યા, જ્યાં રાજધાની જકાર્તામાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પહેલા એક વીડિયો સામે આવ્યો છે, જ્યાં વડાપ્રધાન મોદીના વિમાનના ઈન્ડોનેશિયન એર સ્પેસમાં પ્રવેશ કરવાના સમયથી જ ઈન્ડોનેશિયન વાયુસેનાના લડાયક વિમાનો (ફાઈટર જેટ્સ) તેમના વિમાનની સાથે એસ્કોર્ટ કરતા જોવા મળ્યા હતા.
બે દિવસીય પ્રવાસે ઈન્ડોનેશિયામાં રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જુલાઈથી 8 જુલાઈ સુધી ઈન્ડોનેશિયામાં રહેશે. આ દરમિયાન તેઓ બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકશે. આ ઉપરાંત, તેઓ ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. પીએમ મોદીની ઈન્ડોનેશિયા મુલાકાત મહત્વપૂર્ણ છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો છે. વડાપ્રધાનનો આ ચોથો પ્રવાસ હશે, અને મે 2018માં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે પહોંચ્યા પછી આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે.
ભારત અને ઈન્ડોનેશિયાની પાર્ટનરશિપનો વ્યાપ માત્ર પરંપરાગત સંબંધો પૂરતો મર્યાદિત નથી. ઈન્ડોનેશિયા આજે ભારતને માત્ર એક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જ નહીં, પરંતુ ટેક્નોલોજી, નીતિઓ અને વિકાસ સાથે જોડાયેલા સફળ મોડલ્સના એક ભરોસાપાત્ર સ્ત્રોત (સોર્સ) તરીકે પણ જોઈ રહ્યું છે. ખાદ્ય સુરક્ષા, ડિજિટલ ગવર્નન્સ, આરોગ્ય, કૃષિ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારતના સફળ જાહેર નીતિ મોડલ હવે ઈન્ડોનેશિયાના પોતાના વિકાસની સફર માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની રહ્યા છે.
ક્રોસ-બોર્ડર પેમેન્ટ થશે શક્ય
ઈન્ડોનેશિયા હવે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ભારતની કુશળતાનો લાભ ઉઠાવી રહ્યું છે. પ્રસ્તાવિત UPI-QRIS લિંકિંગથી બંને દેશોના પ્રવાસીઓ અને વેપારીઓ માટે કોઈ પણ અડચણ વિના (સીમલેસ) ક્રોસ-બોર્ડર પેમેન્ટ શક્ય બનશે. આ પહેલથી પ્રવાસન, વેપાર અને ડિજિટલ કોમર્સને પ્રોત્સાહન મળવાની આશા છે. સાથે જ, ટ્રાન્ઝેક્શન વધુ ઝડપી, સસ્તું અને સરળ બની જશે.









