World

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલી કવિતાઓ ગાઈ ઉઝબેગ વિદ્યાર્થીઓએ તેઓનું સ્વાગત કર્યુ

By GS Team
31 Aug 20261 min read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ કિર્ગીસ્તાનના બિશેકમાં મહાત્મા ગાંધી મેમોરિયલમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં, શૌકત મિરઝિયોએવે આયોજિત ભોજન સમારંભ પૂર્વે, તાશ્કંદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોદીની કવિતા 'અભિ તો સૂરજ ઉગા હૈ' હિન્દી અને ઉઝબેગ ભાષામાં ગાઈને તેમનું સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓએ અન્ય કવિતા 'માનવતા કો કભી ન લગ જાયે દાગ' પણ ગાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલી કવિતાઓ ગાઈ ઉઝબેગ વિદ્યાર્થીઓએ તેઓનું સ્વાગત કર્યુ
  • કીર્ધીસ્તાનના પાટનગર બિશેક સ્થિત મહાત્મા ગાંધી મેમોરિયલમાં વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી

તાશ્કંત : ઉઝબેકીસ્તાનના પ્રમુખ શૌકત મિરઝિયોએવે યોજેલા બિન સત્તાવાર ભોજન સમારંભ પૂર્વે તાશ્કંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કવિતા, 'અભિ તો સૂરજ ઉગા હૈ' ગાઈ તેઓનું સ્વાગત કર્યું હતું.
ઉઝબેગ અધિકારીઓએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાશ્કંત સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝના વિદ્યાર્થીઓએ હિન્દી તેમજ ઉઝબેગ ભાષામાં મોદીએ લખેલી કવિતાઓ 'અભિ તો સૂરજ ઉગા હૈ' તે હિન્દીમાં જ એક વિદ્યાર્થી કેલ્ડીયોરોવ દિલખુસબેગે ગાઈ હતી તેનું ઉઝબેગ ભાષામાં કરાયેલું ટ્રાન્સલેશન દિલશોદા ઝૂરાબોએવા નામક વિદ્યાર્થીએ ગાયું હતું. આ વિદ્યાર્થીઓએ મોદીની અન્ય કવિતા 'માનવતા કો કભી ન લગ જાયે દાગ' તે પણ ગાઈ હતી તેનું ઉઝબેગ ભાષાન્તર પણ ગાયું હતું. શ્રોતાવૃંદે તેને ભાવપૂર્વક હર્ષનાદો અને તાળીઓના ગગડાટથી વધાવી લીધું હતું. આ પછી મોદી ભોજન સમારંભમાં પહોંચ્યા હતા. ઉઝબેગ પ્રમુખે તે ભોજન સમારંભ તદ્દન શાકાહારી રાખ્યો હતો તે ઉલ્લેખનીય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય એશિયાઈ દેશોની ત્રિદિવસીય મુલાકાતે કીર્ધીસ્તાનનાં પાટનગર બિશેક પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વિદ્યાર્થીઓ સાથે હળી-મળી ખુલ્લાં મને વાતચીત કરી હતી.