Get The App

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી જ્ઞાન, વિચારવાની ક્ષમતાને નુકસાન : રિસર્ચનું તારણ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી જ્ઞાન, વિચારવાની ક્ષમતાને નુકસાન : રિસર્ચનું તારણ 1 - image

- એમઆઈટીના સંશોધકોએ એઆઈ યુઝર્સને ચેતવણી આપી

- એઆઈ ચેટબોટ દરેક વાતમાં સહમતી દર્શાવતા હોવાથી તેના વધુ વપરાશ કરતાં યુઝર્સ ચોક્કસ પેટર્નમાં ભ્રમિત થયાનું જણાયું   

Report on AI : અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ એઆઈ ચેટબોટનો વધારે ઉપયોગ કરતાં યુઝર્સને ચેતવણી આપી હતી કે તેનાથી સમજવા-વિચારવાની ક્ષમતાને ગંભીર અસર થાય છે. એઆઈ એક પેટર્ન પ્રમાણે જવાબ આપે છે એટલે તેનાથી સાવધાન રહેવું જરૂરી છે. એઆઈ ચેટબોટ્સનો ચાપલુસીભર્યું વર્તન યુઝર્સને ગેરમાર્ગે દોરે છે. એઆઈનો વધારે ઉપયોગ આપણાં જ્ઞાન ઉપર પણ અસર કરે છે.

આપણાં રોજિંદા જીવનમાં એઆઈ ચેટબોટ્સનો ઉપયોગ સામાન્ય થઈ પડયો છે. જેમિનાઈથી લઈને ગ્રોક, ચેટજીપીટી વગેરેનો ઉપયોગ ખૂબ થાય છે. દરરોજ કરોડો યુઝર્સ એઆઈ ચેટબોટ્સને કરોડો પ્રોમ્પ્ટ આપે છે. એઆઈથી ઘણાં કામો સરળ બન્યાં છે. પરંતુ એની સાઈડ ઇફેક્ટ્સ પણ સામે આવે છે. મેસેચ્યુસેટય ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)ના સંશોધનમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. એમઆઈટીના કહેવા પ્રમાણે એઆઈ ચેટબોટ્સ ખોટી માહિતી આપીને ભ્રમ પેદા કરે છે એ તો ખરું જ, પરંતુ તેનાથી આપણી વિચારવાની અને સમજવાની ક્ષમતાને પણ ફટકો પહોંચે છે. આપણાં નોલેજમાં પણ ઘટાડો થાય છે. 

જે બાબતો આપણે પહેલાં યાદ રાખતા હતા એ તુરંત એઆઈ પૂછીએ છીએ તેના કારણે આપણું દિમાગ ચીજવસ્તુઓ યાદ રાખતું નથી.

તે ઉપરાંત એઆઈ ચેટબોટ્સનું વર્તન ચાપલુસ જેવું હોય છે. એ તમારી દરેક વાતમાં સહમત થાય છે. તેના પરિણામે આપણને કોઈ ટોપિકમાં ભ્રમ થઈ શકે છે. એ અંગે આપણી વિચારધારા બદલાઈ શકે છે. એક રિસર્ચ પેપરમાં એમઆઈટીના સંશોધકોએ કહ્યું હતું કે તેમણે એક ગાણિતિક મોડલ બનાવ્યું હતું. એમાં એક જ ટોપિકના સવાલો એઆઈને જુદી જુદી રીતે પૂછાયા હતા. એઆઈએ સવાલ પ્રમાણે તેનો જવાબ અપડેટ કર્યો હતો. તેની વાત કહેવાની રીત સવાલ બદલાય તે રીતે બદલાતી હતી. 

એઆઈ યુઝર્સના વિચારને યોગ્ય ઠેરવે છે. એ અસહમતી ઓછી બતાવે છે, પરિણામે યુઝર એને પૂછે એવા ટોપિક પર કશું જાણતો ન હોય તો તેનાથી એના દિમાગમાં ભ્રમ ખડો થાય છે. યુઝર્સનું એઆઈ ચેટબોટનું માનીને ધારણાં બાંધે છે. 

એઆઈ ચેટબોટ નિષ્પક્ષ જવાબ આપતાં નથી. તે આપણાં વિચારો વ્યક્ત થયા છે એને જ બીજા શબ્દોમાં ફરીથી રજૂ કરે છે. એઆઈના અતિરેકથી તાર્કિક શક્તિ ઘટી શકે છે. નોલેજમાં ઘટાડો થઈ શકે છે. આપણી વિચારવાની પેટર્ન બદલાઈ શકે છે.