World

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

By GS TEAM
17 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની લોહિયાળ ઘટના સામે આવી છે, જેનાથી આખો દેશ સ્તબ્ધ છે. આ વખતે રોડ આઇલેન્ડમાં યોજાયેલી એક યુવા આઇસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થયું, જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ હુમલાખોરે પણ પોતાની જાતને ગોળી મારી ને આપઘાત કરી લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

US School Shooting: અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની લોહિયાળ ઘટના સામે આવી છે, જેનાથી આખો દેશ સ્તબ્ધ છે. આ વખતે રોડ આઇલેન્ડમાં યોજાયેલી એક યુવા આઇસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થયું, જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ હુમલાખોરે પણ પોતાની જાતને ગોળી મારી ને આપઘાત કરી લીધો હતો. 

હુમલામાં ત્રણ લોકો ગંભીર, હોસ્પિટલમાં સારવાર હેઠળ

ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, પોટકેટ પોલીસ વડા ટીના ગોન્કાલ્વેસે મીડિયાને માહિતી આપી હતી કે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે શૂટરનું મૃત્યુ ખુદને મારેલી ગોળીથી થયું છે. જોકે આ અથડામણમાં પોલીસ તરફથી કોઈ ગોળીબાર થયો નહોતો, તેમ છતાં અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.

હુમલાની આશંકા: કૌટુંબિક વિવાદમાં 'ટાર્ગેટેડ' ફાયરિંગ

આ 'ટાર્ગેટેડ' હુમલામાં બે પુખ્ત વયના લોકોના મોત થયા છે અને ત્રણ ગંભીર ઘાયલ છે, જ્યારે શૂટરે પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કૌટુંબિક વિવાદ હોવાની આશંકા છે. હાલ પોલીસ પ્રોવિડન્સના 'ડેનિસ એમ. લિન્ચ એરેના' ખાતે સાક્ષીઓના નિવેદનો અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી આ આખી ઘટનાની કડીઓ જોડી શકાય.

આ પણ વાંચો: ચીને અરૂણાચલથી 800 કિ.મી. દૂર પરમાણુ હથિયારો માટે મથકો બનાવ્યાં

ગોળીબારના અવાજ વચ્ચે જીવ બચાવવા ભાગતા લોકો

વાઇરલ વીડિયોમાં ગોળીબારના અવાજ વચ્ચે ખેલાડીઓ અને પ્રેક્ષકો જીવ બચાવવા ભાગતા દેખાય છે. મેદાનની બહાર હાઈસ્કૂલના ખેલાડીઓ એકબીજાને ભેટીને રડતા હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઘટના બાદ પોલીસે આસપાસના રસ્તાઓ બંધ કરી હેલિકોપ્ટર દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું હતું.