Get The App

ચીને અરૂણાચલથી 800 કિ.મી. દૂર પરમાણુ હથિયારો માટે મથકો બનાવ્યાં

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
ચીને અરૂણાચલથી 800 કિ.મી. દૂર પરમાણુ હથિયારો માટે મથકો બનાવ્યાં 1 - image

- 2022થી 2026 સુધીની સેટેલાઈટ ઈમેજના વિશ્લેષણનું તારણ

- 2030 સુધીમાં ચીન પાસે એક હજાર પરમાણુ હથિયારો હશે : અમેરિકન થિંક ટેંકે ચિંતા વ્યક્ત કરી

- 2022 થી 2026 સુધીની સેટેલાઈટ ઈમેજના વિશ્લેષણનું તારણ

વૉશિંગ્ટન : ચીને સિચુઆન પ્રાંતમાં પહાડીઓની વચ્ચે બંકરો બનાવ્યા છે. એ બંકરો સાધારણ નથી. એ પહાડીઓની વચ્ચે બનાવેલા પરમાણુ મથકો છે. અમેરિકાના જિયોસ્પેશિયલ ઈન્ટેલિજન્સના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. ચાર વર્ષની સેટેલાઈટ ઈમેજના આધારે કહેવામાં આવ્યું છે કે ચીન ઝડપભેર પરમાણુ મથકો વિકસાવી રહ્યું છે. પાંચ વર્ષમાં ચીન તેના પરમાણુ હથિયારોની સંખ્યા બમણી કરવાની પેરવીમાં છે. ભારત માટે આ કારણે જોખમ વધશે.

સિચુઆન પ્રાંતના જિટોન્ગ નામના પહાડમાં ચીને મોટા મોટા બંકરો બનાવ્યા છે. એમાં અંદર વિશાળ પાઈપની જાળ બિછાવવામાં આવી છે. એ સાધારણ બંકરો નથી. અમેરિકન નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ બંકરો પરમાણુ મથકો છે. ચીન પહાડોની વચ્ચે પરમાણુ તૈનાત રાખવા માટે સ્ટેશન બનાવી રહ્યું છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો થયો હતો કે ચીન તેની સ્ટ્રેટજિક પોઝિશન સતત મજબૂત બનાવી રહ્યું છે. તેના ભાગરૂપે પહાડોની વચ્ચે પરમાણુ બંકરો બનાવે છે. 

૨૦૨૨થી ૨૦૨૬ની સેટેલાઈટ ઈમેજનો અભ્યાસ કર્યા બાદ નિષ્ણાતોને આ પહાડીઓમાં રહસ્યમય લશ્કરી ગતિવિધિ જણાઈ હતી. બંકરોની સાઈઝ અને બાંધકામના આધારે એવું તારણ કાઢવામાં આવ્યું કે ચીને એ બંકરો પરમાણુ હથિયારો તૈનાત કરવા બનાવ્યા છે. દુનિયાની નજરમાં પરમાણુ હથિયારો ન આવે તે માટે ચીને પહાડીઓની વચ્ચે હથિયારો તૈનાત કરવાનો આ કીમિયો અજમાવ્યો છે. 

અગાઉ પણ અમેરિકાની એકથી વધુ થિંક ટેંકે એવો દાવો કર્યો હતો કે ચીન પાસે અત્યારે ૫૦૦ પરમાણુ હથિયારો છે. ચીન પાસે ૨૫૦થી ૩૫૦ હોવાની શક્યતા છેક હમણા સુધી વ્યક્ત થતી હતી, પરંતુ ચીન પાસે ૫૦૦ જેટલા પરમાણુ હથિયારો થઈ ચૂક્યા છે અને ૨૦૩૦ સુધીમાં ચીન આ આંકડો એક હજારે પહોંચાડવા ધારે છે. મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના કહેવા પ્રમાણે ચીન જિટોંગ અને પિંગટોંગ જેવા પહાડોમાં પરમાણુ મથક બનાવે તો ભારત જેવા પાડોશી દેશ માટે ચિંતાનો વિષય છે. ચીન અવિરત પરમાણુ હથિયારો વધારવાની સાથે સાથે તેની લશ્કરી તાકાત વધારે છે. તેનાથી દુનિયાની શાંતિ જોખમમાં મૂકાશે.