World

ભારતીય જેનેરિક દવાઓ પર ઓગસ્ટ 2028થી અમેરિકાનો 100 ટકા ટેરિફ

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનથી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે, જેનેરિક દવાઓના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઓગસ્ટ 2029થી 200% ટેરિફ લાગશે. આ નિર્ણય ભારત માટે ચિંતાજનક છે, કારણ કે ભારત અમેરિકાને જેનેરિક દવાઓનો સૌથી મોટો નિકાસકાર છે. 2025માં ભારતે અમેરિકામાં 9.7 અબજ ડોલરની દવાઓ નિકાસ કરી હતી, જેમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત દવાઓનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય જેનેરિક દવાઓ પર ઓગસ્ટ 2028થી અમેરિકાનો 100 ટકા ટેરિફ

ઓગસ્ટ 2029થી 200 ટકા ટેરિફ લાગશે
ભારતની 2025માં વિશ્વમાં કુલ 25 અબજ ડોલરની નિકાસ તો અમેરિકામાં 9 અબજ ડોલરની એક્સ્પોર્ટ
ભારતીય દવાઓ હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર, ચેપગ્રસ્ત રોગો અને માનસિક આરોગ્યને લગતી છે

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ આયાતી જેનેરિક્સ પર ટેરિફ નાખીને સ્થાનિક સ્તરે દવા ઉત્પાદનને વેગ આપવા માંગે છે. આ માટે તેઓ પહેલાં તો બે વર્ષ જેનેરિક દવા પર ઝીરો ટકા ટેરિફ નાખશે અને પછીના વર્ષે ૧૦૦ ટકા અને તેના પછીના વર્ષે ૨૦૦ ટકા ટેરિફ નાખશે. ટ્રમ્પના આ પગલાંથી ભારત પર નોંધપાત્ર અસર પડી શકે છે.
ભારત અમેરિકાની દવાઓમાં જેનેરિક ડ્રગ્સનું સૌથી મોટું નિકાસકાર છે. ટ્રુથ સોશિયલ પરની પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે પહેલી ઓગસ્ટના પ્રારંભથી અમેરિકા બધી જેનેરિક દવાઓ પર શૂન્ય ટકા ટેક્સ રાખશે, તેના પછી ના વર્ષ પહેલી ઓગસ્ટ ૨૦૨૮થી ૧૦૦ ટકા ટેરિફ અને પહેલી ઓગસ્ટ ૨૦૨૯થી ૨૦૦ ટકા ટેરિફ લાદશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે જેનેરિક ફાર્માસ્યુટિકલ પ્રોડકશન અમેરિકામાં લાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આના પગલે અમેરિકામાં નિયત સમયમાં પ્લાન્ટ અને મશીનરી નહીં લગાવે તો આ કંપનીઓએ તેની કિંમત ચૂકવવી પડશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે આ પોલિસીનો હેતુ અમેરિકાના લોકોના હિતોનું રક્ષણ કરવાનો છે. પેટન્ટેડ, બ્રાન્ડેડ ક નવા ડ્રગ્સ પરની પોલિસીને એટલી સફળતા મળી છે કે તે ચાલુ રાખવામાં આવશે. ભારતને ઘણી વખત વિશ્વની દવાનું કેન્દ્ર કહેવામાં આવે છે અને તે આખા વિશ્વને દવાનો પુરવઠો પૂરો પાડે છે.
૨૦૨૫માં ભારતે અમેરિકામાં ૯.૭ અબજ ડોલરની દવાની નિકાસ કરી હતી. આ નિકાસ તેની કુલ વૈશ્વિક દવા નિકાસ ૨૫.૮ અબજ ડોલરના ૩૮ ટકા હતી, એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના રિપોર્ટમાં જણાવાયું હતું.
ભારતની જેનેરિક દવાઓ મુખ્યત્વે હાઇપરટેન્સન, ડાયાબિટીસ, કેન્સર, ચેપગ્રસ્ત રોગો અને મેન્ટલ હેલ્થને લગતી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ જેનેરિક ડ્રગ્સ જેવી કે સ્ટેટિન્સ અને એન્ટિબાયોટિક્સ અમેરિકાના કુલ પ્રિસ્ક્રિપ્શન્સમાં ૯૦ ટકા જેટલો પિસ્સો ધરાવે છે. આમાની ઘણી બધી દવાઓનું ઉત્પાદન ભારતમાં થાય છે, જે તેના કાચા માલ માટે ચીન પર આધારિત છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને આ બાબતને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વની માને છે.
ડોક્ટરો અને સપ્લાય ચેઇન નિષ્ણાતો માને છે કે જેનેરિક દવાની આયાત પર વેરો લગાવવાનો નિર્ણય અમેરિકા માટે પણ આકરો છે. તેના કારણ અમેરિકન દર્દીઓનો ખર્ચ વધી જશે અને મહત્ત્વના ડ્રગ્સની અછત વર્તાશે. હમણા સુધી તો વહીવટીતંત્ર જેનેરિક ડ્રગ્સને ટેરિફમાંથી રાહત આપવાનું વાત કરતું હતું.
અહેવાલે જણાવ્યું હતું કે એક્સેસિબલ મેડિસિન્સ એસોસિેયેશન્સના ચીફ એક્ઝિક્યુટિવ જહોન મફીએ જણાવ્યું હતું કે તેમનો ઉદ્યોગ તંત્ર અને સાંસદો સાથે કામ કરીને જેનેરિક ઉદ્યોગની વૃદ્ધિ પુન: સ્થાપિત કરી શકાય અને અમેરિકામાં આપણા માટેની મહત્ત્વની રાષ્ટ્રીય સુરક્ષા એસેટ્સને અગ્રતા આપી શકાય તે સુનિશ્ચિત કરશે, એમ અહેવાલે જણાવ્યું હતું.