Get The App

અમેરિકાએ જુના ડેટાના આધારે ઇરાનની ગર્લ્સ સ્કૂલને ટાર્ગેટ કરેલી. ન્યુયોર્ક ટાઇમ્સનો અહેવાલ

૧૬૦ થી વધુ બાળકીઓના મોત યુએસ માટે કાળા ડાઘ સમાન

ઇરાનના મિનાઝ શહેરની સ્કૂલને કદાંચ સૈન્ય થાણુ સમજી લીધું હતું

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાએ જુના ડેટાના આધારે ઇરાનની ગર્લ્સ સ્કૂલને  ટાર્ગેટ કરેલી. ન્યુયોર્ક ટાઇમ્સનો અહેવાલ 1 - image

ન્યૂયોર્ક,૧૨ માર્ચ,૨૦૨૬,ગુરુવાર 

૨૮ ફેબુ્આરીથી સતત ચાલતા ઇરાન યુધ્ધમાં વાર પલટ વાર અટકવાનું નામ લેતા નથી. ઇઝરાયેલ અને અમેરિકાએ ઇરાનને કમ આંકવું ભારે પડી રહયું છે.કુવૈત, ઓમાન, જોર્ડન,સાઉદી અરબ અને યુએઇ સહિતના દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝને ઇરાની મિસાઇલોએ ટાર્ગેટ કર્યા છે. ઇઝરાયેલ અને અમેરિકાએ ઇરાન પર ૫૦૦૦થી વધુ હુમલા કરીને ભારે નુકસાન કર્યુ છે જેમાં સૌથી વધુ ચર્ચા ઇરાનના મિનાબ શહેરની એક કન્યા સ્કૂલ પર થયેલા હુમલાની થાય છે. ૧૬૦ થી વધુ નિર્દોષ બાળકીઓના કરુણ મોત થતા અમેરિકા અને ઇઝરાયેલને આ હુમલા બદલ ફિટકાર વરસ્યો છે. આવું કેવી રીતે બન્યું એની અનેક થિયેરી ચર્ચાય છે. 

અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત લેખમાં જણાવાયું છે કે અમેરિકી સેનાએ જુના ડેટાના આધારે ભૂલથી દક્ષિણ ઇરાનની એક સ્કૂલ પર હુમલો કર્યો હતો. આ હુમલો યુધ્ધના પ્રથમ દિવસે ૨૮ ફેબુ્રઆરીના રોજ હોર્મોઝગાન પ્રાંતમાં થયો હતો જયાં આ કન્યાશાળા આવેલી હતી. ઇરાને પણ ૧૬૦ નિદોર્ષ બાળકીઓની હત્યાને લઇને ખૂબજ ખફા થયું હતું. રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકી સેના સ્કૂલની નજીક આવેલા સૈન્ય થાણાને નિશાન બનાવવા ઇચ્છતી હતી પરંતુ યુધ્ધ અભિયાનની કેન્દ્રીય કમાનને મળેલી માહિતી કદાંચ જુના ડેટા પર આધારિત હતી. સમાચારપત્રમાં આ ઘટનાને ઇરાન વિરુધની અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં કાળા ડાઘ સમાન છે. જો આ ડેટા જુના ડેટા હતા તો તેના આધારે શા માટે કાર્યવાહી કરવી પડી તે પણ એક મોટો સવાલ છે.