World

અમેરિકામાં શટડાઉનની માઠી અસર : ન્યૂયોર્ક, લોસ એન્જેલસ સહિત 40 એરપોર્ટ પર સંચાલન ઠપ થશે!

By GS TEAM
7 Nov 20252 mins read
TukuTouch Logo
અમેરિકામાં સરકારી શટડાઉન બીજા મહિનામાં પ્રવેશી ગયું છે, જેના કારણે એર ટ્રાફિક કંટ્રોલર્સની અછતને કારણે એરપોર્ટ પર ફ્લાઇટ્સમાં વિલંબ હજુ શરૂ છે. શટડાઉનના કારણે શુક્રવારથી ન્યૂ યોર્ક, લૉસ એન્જેલસ અને શિકાગો સહિત લગભગ 40 અમેરિકન એરપોર્ટ પર ફ્લાઇટ્સ બંધ થઈ જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં શટડાઉનની માઠી અસર : ન્યૂયોર્ક, લોસ એન્જેલસ સહિત 40 એરપોર્ટ પર સંચાલન ઠપ થશે!

US Shutdown Impact:  અમેરિકામાં સરકારી શટડાઉન બીજા મહિનામાં પ્રવેશી ગયું છે, જેના કારણે એર ટ્રાફિક કંટ્રોલર્સની અછતને કારણે એરપોર્ટ પર ફ્લાઇટ્સમાં વિલંબ હજુ શરૂ છે. શટડાઉનના કારણે શુક્રવારથી ન્યૂ યોર્ક, લૉસ એન્જેલસ અને શિકાગો સહિત લગભગ 40 અમેરિકન એરપોર્ટ પર ફ્લાઇટ્સ બંધ થઈ જશે.

આ પણ વાંચોઃ યુએન સિક્યોરિટી કાઉન્સિલે સીરિયાના પ્રમુખ સામેના પ્રતિબંધ હટાવ્યાં, જલદી જ ટ્રમ્પ સાથે થશે મુલાકાત

તેજીથી કામ બંધ કરી રહ્યા છે નિયંત્રક

એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતી જાળવવા માટે તે 40 મુખ્ય એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ ઘટાડવામાં આવશે. FAA એ એર ટ્રાફિક કંટ્રોલર્સ પર દબાણ ઓછું કરવા માટે ફ્લાઇટ ઘટાડાનો અમલ કર્યો, જેઓ સરકારી શટડાઉન દરમિયાન પગાર વિના કામ કરી રહ્યા હતા અને ઝડપથી કામ બંધ કરી રહ્યા હતા. 

નિયંત્રકોએ પહેલાંથી જ એક મહિનાનો પગાર નથી મળ્યો

નિયંત્રકોને પહેલાંથી જ એક મહિનાનું વેતન નથી મળી શક્યું અને વધતા નાણાંકીય દબાણ વચ્ચે શટડાઉનના કારણે આવનારા અઠવાડિયામાં પણ કંઈ નહીં મળે. એરપોર્ટ અથવા અન્ય સુવિધાઓ પર નિયંત્રકોની અછતને કારણે FAA પહેલાથી જ ઘણી વખત ફ્લાઇટ્સ મોડી પાડી ચૂક્યું છે.

આ પણ વાંચોઃ 'આખરે દુષ્ટ મહિલાથી મુક્તિ મળી ગઇ...' કોના સંન્યાસની જાહેરાતથી ટ્રમ્પ થયા ખુશ-ખુશ!

ન્યૂયોર્ક, લોસ એન્જેલસ અને શિકાગો એરપોર્ટની સાથોસાથ અમેરિકાભરના કેન્દ્ર અને 40 એરપોર્ટનો સમાવેશ થાય છે, જ્યાં સરકારી શટડાઉનના કારણે શુક્રવારે ફ્લાઇટમાં ઘટાડો થવાનો છે. નિષ્ણાતોનું અનુમાન છે કે, હજારો ફ્લાઇટ રદ થઈ શકે છે. એવિએશન વિશ્લેષણ કંપનીનો અંદાજ છે કે, આ ઘટાડાથી કુલ 1,800 ફ્લાઇટ્સ અને 2,68,000થી વધુ બેઠકો હોઈ શકે છે.

અમેરિકન એરપોર્ટની યાદી, જ્યાં શુક્રવારે ફ્લાઇટ બંધ થઈ જશે...

  • એન્કોરેજ ઇન્ટરનેશનલ, અલાસ્કા
  • હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ, જ્યોર્જિયા
  • બોસ્ટન લોગાન ઇન્ટરનેશનલ, મેસેચ્યુસેટ્સ
  • બાલ્ટીમોર/વોશિંગ્ટન ઇન્ટરનેશનલ, મેરીલેન્ડ
  • ચાર્લોટ ડગ્લાસ ઇન્ટરનેશનલ, ઉત્તરી કેરોલિના
  • સિનસિનાટી/નોર્ધન કેન્ટકી ઇન્ટરનેશનલ, ઓહાયો
  • ડલાસ લવ ફીલ્ડ, ટેક્સાસ
  • રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ, વર્જિનિયા
  • ડેનવર ઇન્ટરનેશનલ, કોલોરાડો
  • ડલાસ/ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ, ટેક્સાસ
  • ડેટ્રૉઇટ મેટ્રોપોલિટન વેઇન કાઉન્ટી, મિશિગન
  • નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ, ન્યૂ જર્સી
  • ફોર્ટ લૉડરડેલ/હોલીવુડ ઇન્ટરનેશનલ, ફ્લોરિડા
  • હોનોલુલુ ઇન્ટરનેશનલ, હવાઈ
  • હ્યુસ્ટન હોબી, ટેક્સાસ
  • વોશિંગ્ટન ડલેસ ઇન્ટરનેશનલ, વર્જિનિયા
  • જ્યોર્જ બુશ હ્યુસ્ટન ઇન્ટરકોન્ટિનેન્ટલ, ટેક્સાસ
  • ઇન્ડિયાનાપોલિસ ઇન્ટરનેશનલ, ઇન્ડિયાના
  • જ્હોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ, ન્યૂયોર્ક
  • હેરી રીડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લાસ વેગાસ
  • લોસ એન્જલસ ઇન્ટરનેશનલ, કેલિફોર્નિયા
  • લાગાર્ડિયા એરપોર્ટ, ન્યૂયોર્ક
  • ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ, ફ્લોરિડા
  • શિકાગો મિડવે ઇન્ટરનેશનલ, ઇલિનોઇસ
  • મેમ્ફિસ ઇન્ટરનેશનલ, ટેનેસી
  • મિયામી ઇન્ટરનેશનલ, ફ્લોરિડા
  • મિનેપોલિસ/સેન્ટ પોલ ઇન્ટરનેશનલ, મિનેસોટા
  • ઓકલેન્ડ ઇન્ટરનેશનલ, કેલિફોર્નિયા
  • ઓન્ટારિયો ઇન્ટરનેશનલ, કેલિફોર્નિયા
  • શિકાગો ઓ'હેર ઇન્ટરનેશનલ, ઇલિનોઇસ
  • પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ, ઓરેગન
  • ફિલાડેલ્ફિયા ઇન્ટરનેશનલ, પેન્સિલ્વેનિયા
  • ફીનિક્સ સ્કાય હાર્બર ઇન્ટરનેશનલ, એરિઝોના
  • સેન ડિએગો ઇન્ટરનેશનલ, કેલિફોર્નિયા
  • લુઇસવિલે ઇન્ટરનેશનલ, કેન્ટકી
  • સિએટલ/ટેકોમા ઇન્ટરનેશનલ, વોશિંગ્ટન
  • સેન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ, કેલિફોર્નિયા
  • સાલ્ટ લેક સિટી ઇન્ટરનેશનલ, યુટા
  • ટેટરબોરો, ન્યૂ જર્સી
  • ટેમ્પા ઇન્ટરનેશનલ, ફ્લોરિડા