World

ઈરાનને હથિયાર ખરીદવામાં મદદ કરનારા સામે ટ્રમ્પ લાલઘૂમ, 10 કંપનીઓ પર બૅન મૂક્યો

By GS TEAM
9 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ શુક્રવારે ચીન અને હોંગકોંગ સહિતની 10 વ્યક્તિઓ અને કંપનીઓ પર આકરા આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે આ કંપનીઓએ ઈરાનને શાહિદ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ માટે જરૂરી હથિયારોના પુર્જા અને કાચો માલ ખરીદવામાં મદદ કરી છે. આ પ્રતિબંધો એવા સમયે આવ્યા છે જ્યારે ટ્રમ્પ ટૂંક સમયમાં જ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરવા માટે બીજિંગ જવાના છે. ટ્રેઝરી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાનના સૈન્ય નેટવર્ક અને ગેરકાયદેસર વેપારમાં સામેલ કોઈપણ વિદેશી કંપની કે એરલાઇન્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનને હથિયાર ખરીદવામાં મદદ કરનારા સામે ટ્રમ્પ લાલઘૂમ, 10 કંપનીઓ પર બૅન મૂક્યો
(IMAGE - IANS)

US sanctions Iran: અમેરિકાએ શુક્રવારે ચીન અને હોંગકોંગ સહિતની 10 વ્યક્તિઓ અને કંપનીઓ પર આકરા આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે આ કંપનીઓએ ઈરાનને શાહિદ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ માટે જરૂરી હથિયારોના પૂર્જા અને કાચો માલ ખરીદવામાં મદદ કરી છે. આ પ્રતિબંધો એવા સમયે આવ્યા છે જ્યારે ટ્રમ્પ ટૂંક સમયમાં જ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરવા માટે બીજિંગ જવાના છે. ટ્રેઝરી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાનના સૈન્ય નેટવર્ક અને ગેરકાયદેસર વેપારમાં સામેલ કોઈપણ વિદેશી કંપની કે એરલાઇન્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ચીની રિફાઇનરીઓ અને નાણાકીય સંસ્થાઓ રડારમાં

અમેરિકાએ ઈરાનને મદદ કરતી નાણાકીય સંસ્થાઓ પર 'સેકન્ડરી પ્રતિબંધો' લગાવવાની પણ તૈયારી બતાવી છે, ખાસ કરીને એવી સંસ્થાઓ જે ચીનની સ્વતંત્ર 'ટીપૉટ' ઓઇલ રિફાઇનરીઓ સાથે જોડાયેલી છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રતિબંધો હજુ મર્યાદિત છે, જેના કારણે ઈરાનને અન્ય રસ્તાઓ શોધવાનો સમય મળી શકે તેમ છે. હાલમાં ટ્રેઝરી વિભાગે એવા ચીની બૅન્કો પર કોઈ પગલાં લીધા નથી જે ઈરાનની અર્થવ્યવસ્થાને ટેકો આપી રહી છે.

પ્રતિબંધિત મુખ્ય કંપનીઓની યાદી

અમેરિકા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી સંસ્થાઓમાં ચીનની 'યુશિતા શંઘાઈ ઇન્ટરનેશનલ ટ્રેડ કંપની લિમિટેડ' પર ઈરાનને હથિયારો ખરીદવામાં મદદ કરવાનો અને 'હિટેક્સ ઇન્સુલેશન નિંગબો કંપની લિમિટેડ' પર બેલેસ્ટિક મિસાઇલોમાં વપરાતી સામગ્રી પૂરી પાડવાનો આરોપ છે. આ ઉપરાંત, દુબઈની 'એલિટ એનર્જી FZCO' પર લાખો ડૉલર ટ્રાન્સફર કરવાનો તેમજ હોંગકોંગની 'HK હેસિન ઇન્ડસ્ટ્રી' અને બેલારૂસની 'આર્મરી એલાયન્સ LLC' પર ખરીદ-વેચાણના સોદામાં વચેટિયા તરીકે કામ કરવાનો આરોપ લગાવાયો છે. જ્યારે હોંગકોંગની 'મસ્ટૅડ લિમિટેડ' અને ઈરાનની 'પિશગામ ઈલેક્ટ્રોનિક સફેહ' કંપનીને ડ્રોન મોટર અને સૈન્ય સાધનોની ખરીદીમાં મદદ કરવા બદલ નિશાને લેવામાં આવી છે.

આ પણ વાંચો: કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115 સંક્રમિત થયા

હોર્મુઝની ખાડી બંધ થતાં વૈશ્વિક સંકટ

ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં બંધ હોવાથી વૈશ્વિક ઊર્જા બજારમાં હાહાકાર મચી ગયો છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ઈરાને આ વ્યૂહાત્મક રસ્તો બંધ કર્યો હતો, જ્યાંથી વિશ્વનો આશરે 20% ક્રૂડ ઓઇલ અને LNGનો વેપાર થાય છે. આ રસ્તો બંધ થવાથી તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ઈરાન દર મહિને અંદાજે 10,000 ડ્રોન બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે પ્રાદેશિક સુરક્ષા માટે મોટો ખતરો માનવામાં આવે છે.