ફ્લાયદુબઈ ઘટના પર US રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું-'ઈરાનની ભૂમિકા હોઈ શકે, શક્યતાને નકારી ન શકાય'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump on Flydubai Incident: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને ફરી એકવાર કડક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હવે તેમણે એક નિર્ણય લેવાનો છે. તેમના જણાવ્યા મુજબ ઈરાને અમેરિકા સાથે ખૂબ જ નિષ્પક્ષ ડીલ કરવી પડશે, નહીં તો તેના અસ્તિત્વ પર ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ઈરાને તણાવ ઘટાડવા અને વાતચીત આગળ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ટ્રમ્પે તે પ્રસ્તાવને સ્વીકાર્યો ન હતો.બીજી તરફ ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાઈલટ દ્વારા કથિત રીતે પાઈલટ પર હુમલો કરવામાં આવ્યાની ઘટનામાં પણ ટ્રમ્પને ઈરાનની ભૂમિકા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનની ભૂમિકાને નકારી શકાતી નથી.
ઈરાનની ભૂમિકાની શક્યતાને નકારી શકાય નહીં- ટ્રમ્પ
ટ્રમ્પે સંકેત આપ્યો કે તેમને મળેલી માહિતીના આધારે તેઓ ઈરાનની ભૂમિકાની શક્યતાને નકારી રહ્યા નથી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આ મામલે હજુ કામ ચાલી રહ્યું છે. આ સિવાય ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું છે કે આ ઘટનામાં ઈરાનનો હાથ હતો કે નહીં તે કહેવું અત્યારે ઉતાવળ ગણાશે.
શું છે સમગ્ર ઘટના?
યુએઈથી ઈઝરાયલ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં બે પાયલટ વચ્ચે લોહિયાળ સંઘર્ષ બાદ ગુજરાત મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે જે બહાદુરી બતાવી તેની આજે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તેના કારણે જ 180 મુસાફરોના જીવ બચી ગયા હતા. સ્મિત પર કો-પાયલટે ચાકુ વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. સવારે લગભગ 8:20 વાગ્યે વિમાન અચાનક ખૂબ ઝડપથી નીચેની તરફ જવા લાગ્યું. માત્ર બે મિનિટની અંદર પ્લેન 17,400 ફૂટ નીચે આવી ગયું. જેના પછી 180 મુસાફરોથી ભરેલા આ વિમાનમાં ચીસાચીસ મચી ગઈ. મુસાફરોને લાગ્યું કે તેઓ હવે જીવતા નહીં બચે અને તેમનું મોત નક્કી છે. જોકે, યોગ્ય સમયે પ્લેન પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું અને સાઉદી અરેબિયાના તબૂક શહેરમાં તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
કોણે કરાવ્યું સુરક્ષિત લેન્ડિંગ
કોકપિટમાંથી 'બચાવો-બચાવો'ના અવાજો સાંભળીને સામે બેઠેલા મુસાફરો મદદ માટે આગળ આવ્યા અને હુમલાખોરને કોકપિટમાંથી બહાર કર્યો. પ્લેનમાં પાછળ બેઠેલા બે રાહત (રિલીફ) પાયલટો અને મુસાફરોની મદદથી સ્થિતિને સંભાળવામાં આવી અને પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કર્યું.
ડેન્ટિસ્ટે કરી મદદ
કોકપિટની અંદર બે પાયલટો વચ્ચે હિંસક ઝપાઝપી અને ચાકુબાજી થઈ હતી. એક પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો, જેમાં સ્મિતને ગંભીર ઇજા પહોંચી છે. હુમલામાં ઘાયલ સ્મિત મચ્છરની સારવાર પ્લેનમાં જ હાજર એક ડેન્ટિસ્ટ મુસાફરે કરી.
હુમલો કરનાર પાયલટની ધરપકડ
ઈઝરાયલી અધિકારીઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે શું આ ઈઝરાયલીઓ પર હુમલાનો પ્રયાસ હતો, આ સાથે જ તેઓ અન્ય પાસાઓ પર પણ ધ્યાન આપી રહ્યા છે. દક્ષિણપંથી વિચારધારા વાળા બે મંત્રીઓએ આને નિષ્ફળ બનાવવામાં આવેલો આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન ગ્વિરે કહ્યું કે એક "આતંકવાદી" વિમાનને દુર્ઘટનાગ્રસ્ત કરીને તેમાં સવાર ઈઝરાયલીઓનો જીવ લેવા માગતો હતો. ઇઝરાયલી પીએમે કહ્યું કે, 'હુમલો કરનાર પાયલટની ધરપકડ કરી લેવામાં આવી છે અને સાઉદી અધિકારીઓ અત્યારે તેની પૂછપરછ કરી રહ્યા છે.'




