World

અમેરિકાએ ભારતને 'આજ્ઞાકારી ગુડ એક્ટર' ગણાવ્યું, રશિયન ઓઈલની છૂટ આપ્યાનું કારણ પણ જણાવ્યું

By GS TEAM
7 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ-ઈસ્ટના યુદ્ધ વચ્ચે અમેરિકાએ ભારતને એક 'આજ્ઞાકારી એક્ટર' ગણાવીને પીઠ થાબડી છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે એક ટીવી શોમાં જાહેર કર્યું કે ભારતે અમેરિકાના તમામ નિયમોનું બહુ સરસ રીતે પાલન કર્યું છે. તેમણે કહ્યું કે, "ભારતીયો બહુ સારા એક્ટર્સ રહ્યા છે. અમે તેમને પ્રતિબંધિત રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું હતું અને તેમણે એવું જ કર્યું." ભારતની આ 'શિસ્ત' જોઈને અમેરિકા ગદગદ થઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાએ ભારતને 'આજ્ઞાકારી ગુડ એક્ટર' ગણાવ્યું, રશિયન ઓઈલની છૂટ આપ્યાનું કારણ પણ જણાવ્યું

US Praises India as 'Good Actor' : મિડલ-ઈસ્ટના યુદ્ધ વચ્ચે અમેરિકાએ ભારતને એક 'આજ્ઞાકારી એક્ટર' ગણાવીને પીઠ થાબડી છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે એક ટીવી શોમાં જાહેર કર્યું કે ભારતે અમેરિકાના તમામ નિયમોનું બહુ સરસ રીતે પાલન કર્યું છે. તેમણે કહ્યું કે, "ભારતીયો બહુ સારા એક્ટર્સ રહ્યા છે. અમે તેમને પ્રતિબંધિત રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું હતું અને તેમણે એવું જ કર્યું." ભારતની આ 'શિસ્ત' જોઈને અમેરિકા ગદગદ થઈ ગયું છે.

સમુદ્રમાં ફસાયેલું તેલ ખરીદવાની મંજૂરી?

ભારતે જે રશિયન તેલની આશા છોડી દીધી હતી, હવે અમેરિકાએ તેના પર મંજૂરીની મહોર મારી છે. જોકે, આ કોઈ ભારત માટેનો પ્રેમ દર્શાવતો નથી, પણ વૈશ્વિક બજારમાં તેલની અછત ન સર્જાય તે માટે અમેરિકાએ પોતાની સગવડ ખાતર ભારતને આ છૂટ આપી હોવાનું મનાય છે. 

ઈરાન સંકટ અને અમેરિકાની ડબલ ગેમ

મિડલ-ઈસ્ટમાં યુદ્ધને કારણે જ્યારે તેલના ભાવ આસમાને પહોંચ્યા અને અમેરિકાના પોતાના 'માર્સ સોર' ક્રૂડના ભાવ 2020 પછીની ટોચે ગયા, ત્યારે અમેરિકાને રશિયન તેલ પરના પ્રતિબંધો હળવા કરવાની યાદ આવી. ભારત અત્યારે અમેરિકાના તેલ ખરીદવા તૈયાર છે, જ્યારે અમેરિકા પોતાની બજાર સાચવવા માટે ભારતને રશિયા તરફ પાછું ધકેલી રહ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલું ભારત

હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ આવતા જ ભારતની રિફાઇનરીઓ નવા સપ્લાયર શોધી રહી છે. આ તકનો લાભ લઈને અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપીને એવું દર્શાવ્યું છે કે તે ભારતનો મોટો હિતેચ્છુ છે, જ્યારે હકીકત કંઈક જુદી જ લાગે છે.