World

ઈરાન બાદ ટ્રમ્પની સેના વેનેઝુએલામાં ત્રાટકી, કુખ્યાત ડ્રગ કાર્ટેલનો સરગના નીનો ગુરેરો ઠાર!

By GS Team
13 Jun 20262 mins read
TukuTouch Logo
આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્ય મોરચેથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, અમેરિકન સેનાએ વેનેઝુએલામાં એક ભયાનક સૈન્ય ઓપરેશન પાર પાડીને ખતરનાક ડ્રગ માફિયા હેક્ટર રસ્ટનફોર્ડ ગુરેરો ફ્લોરેસ ઉર્ફે 'નીનો ગુરેરો' ને મોતને ઘાટ ઉતારી દીધો છે. ટ્રમ્પે આ સૈન્ય હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ કાર્યવાહી વેનેઝુએલા સરકારના સમન્વય (મેળવડા) સાથે કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન બાદ ટ્રમ્પની સેના વેનેઝુએલામાં ત્રાટકી,  કુખ્યાત ડ્રગ કાર્ટેલનો સરગના નીનો ગુરેરો ઠાર!

US Military Operation: આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્ય મોરચેથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, અમેરિકન સેનાએ વેનેઝુએલામાં એક ભયાનક સૈન્ય ઓપરેશન પાર પાડીને ખતરનાક ડ્રગ માફિયા હેક્ટર રસ્ટનફોર્ડ ગુરેરો ફ્લોરેસ ઉર્ફે 'નીનો ગુરેરો' ને મોતને ઘાટ ઉતારી દીધો છે. ટ્રમ્પે આ સૈન્ય હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ કાર્યવાહી વેનેઝુએલા સરકારના સમન્વય (મેળવડા) સાથે કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.

ઈરાન પરથી ધ્યાન ભટકાવવા વેનેઝુએલામાં એક્શન!

રાજકીય વિશ્લેષકોના મતે, છેલ્લા બે દિવસથી ઈરાન પર થઈ રહેલા હુમલાઓને કારણે વૈશ્વિક બજારોને મોટો ધક્કો લાગ્યો હતો. હવે જ્યારે અમેરિકા ઈરાન સાથે શાંતિ સમજૂતીની ખૂબ જ નજીક હોવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે વૈશ્વિક સ્તરેથી ધ્યાન વહેંચવા માટે ટ્રમ્પે વેનેઝુએલામાં આ મોટું ઓપરેશન હાથ ધર્યું છે.

ટ્રમ્પે આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, "'ટ્રેન ડે અરગુઆ' કાર્ટેલના આ આતંકવાદીઓ અને ડ્રગ તસ્કરો આ દુનિયામાં રહેવાને લાયક જ નથી. મારા નેતૃત્વ હેઠળ અમેરિકન સેના દુનિયાના કોઈપણ ખૂણેથી આંતરરાષ્ટ્રીય આતંકીઓનો પીછો કરીને તેમને ખતમ કરશે." અત્રે ઉલ્લેખનીય છે કે, ઠાર મરાયેલો ગુરેરો લાંબા સમયથી માનવ તસ્કરી, આતંકવાદ અને ડ્રગ્સ સપ્લાયના ગુનાઓમાં અમેરિકાની આંખમાં ખૂંચતો હતો.

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને સમજૂતી ‘પહેલા કરતાં વધુ નજીક’

વેનેઝુએલામાં સૈન્ય હુમલા વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ખતમ થવાના પણ મજબૂત સંકેતો મળ્યા છે:

ઈરાન વિદેશ મંત્રાલયનું નિવેદન: ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા 'X' પર પુષ્ટિ કરી છે કે, ઈરાનમાં લડાઈનો અંત લાવવા માટે અમેરિકા સાથે 'ઈસ્લામાબાદ સમજૂતી જ્ઞાપન' પહેલા કરતા વધુ નજીક છે. તેમણે મીડિયાને કરારની શરતો અંગે કોઈ અટકળો ન લગાવવા અપીલ કરી છે. પ્રમુખ ટ્રમ્પે પણ અરાઘચીની આ પોસ્ટને રીપોસ્ટ કરીને સમર્થન આપ્યું છે.

પાકિસ્તાનની મધ્યસ્થતા: બંને દેશો વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ જણાવ્યું છે કે, શાંતિ સમજૂતીનો આખરી મુસદ્દો (ડ્રાફ્ટ) તૈયાર થઈ ગયો છે અને હવે આગળની પ્રક્રિયાઓ પર કામ ચાલી રહ્યું છે.