મિડલ ઈસ્ટમાં યુદ્ધનો અંત? 24 કલાકમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે US-ઈરાન, પાકિસ્તાનના PMનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran Peace Deal 2026 : મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ભયંકર સૈન્ય સંઘર્ષ અને તણાવનો આખરે અંત આવી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શનિવારે, 13 જૂન 2026ના રોજ ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે અમેરિકા અને ઈરાન એક ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત થઈ ગયા છે. શરીફના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકની અંદર આ શાંતિ કરાર પર બંને દેશો દ્વારા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
જો ડીલ પર હસ્તાક્ષર થાય ફરી ખૂલી જશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ
જો આ ડીલ સત્તાવાર રીતે ફાઇનલ થઈ જશે, તો ફેબ્રુઆરી મહિનામાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ વૈશ્વિક સ્તરે સૌથી મોટી રાજદ્વારી સફળતા સાબિત થશે. વિશ્વના ઉર્જા વ્યાપારની લાઈફલાઈન ગણાતી હોર્મુઝની ખાડીનો રસ્તો ફરીથી ખૂલી જશે. જેનાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ અને ઓઇલ માર્કેટ પર મંડરાઈ રહેલું મહાયુદ્ધનું સંકટ ઘણું હળવું થઈ જશે.

પાકિસ્તાનનો દાવો: અમેરિકા અને ઈરાનને એક ટેબલ પર લાવ્યા
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું છે કે, 'અમેરિકા અને ઈરાન શરૂઆતી કરાર માટે સંમત થયા છે. આગામી 24 કલાકની અંદર આ ડીલ પર ડિજિટલ સાઇન થવાની અપેક્ષા છે. પાકિસ્તાન બંને પક્ષો વચ્ચે સંવાદ સરળ બનાવવા અને આ ડીલની મધ્યસ્થી માટે સતત પ્રયાસો કરી રહ્યું હતું. આ પ્રારંભિક કરાર પછી, આગામી અઠવાડિયે ટેકનિકલ સ્તરની વાટાઘાટો શરૂ થશે, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય સહિતના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.'
જોકે પાકિસ્તાનના દાવાઓ પર આશંકા
જો કે, ઇતિહાસ સાક્ષી છે કે ભૂતકાળમાં પણ આવા ઘણા રાજદ્વારી દાવાઓ સમય પહેલા જાહેર થયા પછી નિષ્ફળ ગયા છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના આ મોટા દાવા છતાં હજુ સુધી વ્હાઇટ હાઉસ કે ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા આ ટાઈમલાઈનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.









