Get The App

વૈશ્વિક ઓઇલ ઈન્ડસ્ટ્રીની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી, વિશ્વને સંકટથી બચાવવા છેલ્લો ઉપાય જણાવ્યો

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
વૈશ્વિક ઓઇલ ઈન્ડસ્ટ્રીની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી, વિશ્વને સંકટથી બચાવવા છેલ્લો ઉપાય જણાવ્યો 1 - image

Iran America War : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક ટેન્શન ચરમસીમાએ છે. દુનિયાભરમાં તેલ અને ગેસનું સંકટ સતત વધી રહ્યું છે અને હાલમાં આ સમસ્યાનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. અમેરિકાની દિગ્ગજ તેલ કંપનીઓના CEOs એ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઉર્જા સંકટ વધુ વકરવાની અને ક્રૂડની કિંમતો આસમાને પહોંચવાની ચેતવણી આપી છે.

હોર્મુઝની સામુદ્રધુની પર ખતરો

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, એક્સન મોબિલ, શેવરોન અને કોનોકોફિલિપ્સ જેવી કંપનીઓના વડાઓએ વ્હાઈટ હાઉસમાં મહત્વની બેઠક કરી હતી. તેલ ઉદ્યોગના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, હોર્મુઝની સામુદ્રધુની એ તેલ-ગેસ સપ્લાય માટેનો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ છે. જો અહીં યુદ્ધને કારણે અવરોધ ઊભો થશે, તો ગ્લોબલ એનર્જી માર્કેટમાં ભારે અસ્થિરતા આવશે. જો સપ્લાય ઓછો થશે અને બજારમાં અટકળો તેજ થશે, તો ક્રૂડ ઓઈલની કિંમતો વર્તમાનના ઉચ્ચ સ્તરને પણ વટાવી જશે.

આ પણ વાંચો : યુદ્ધમાં ઈરાને બ્રહ્માસ્ત્ર બતાવ્યું! દુનિયાએ પહેલીવાર જોઈ 'ડાન્સિંગ મિસાઈલ', અમેરિકાનું ટેન્શન વધ્યું

ક્રૂડ ઓઈલ $105 ને પાર

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો સતત વધી રહી છે. સોમવારે માર્કેટની સ્થિતિ કંઈક આવી હતી. બ્રેન્ટ ક્રૂડ 105 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. WTI ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું છે. તેલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો હોર્મુઝ માર્ગ ફરીથી સંપૂર્ણપણે સુરક્ષિત નહીં થાય, તો બજારને સ્થિર કરવું અશક્ય બની જશે.

સંકટને ખાળવા ટ્રમ્પ સરકારની વ્યૂહરચના

ઉર્જા સંકટ અને વધતી મોંઘવારીને રોકવા માટે ટ્રમ્પ પ્રશાસન અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. રશિયન ઓઈલ પરના પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. અમેરિકાના ઈમરજન્સી ક્રૂડ ઓઈલ રિઝર્વનો ઉપયોગ કરી શકે છે. વેનેઝુએલાથી તેલની આયાત વધારવાની શક્યતા ચકાસવામાં આવી શકે છે. નિષ્ણાતોના મતે, યુદ્ધ જો લાંબુ ચાલશે તો રિફાઈન્ડ પ્રોડક્ટ્સની ભારે અછત સર્જાઈ શકે છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.