World

ઈરાન-US શાંતિ ડીલ વચ્ચે ઈઝરાયલે લેબેનૉન પર ફરી કર્યો મોટો હુમલો, કહ્યું-'ટ્રમ્પ કરારના અમે બંધનકર્તા નથી'

By GS Team
15 Jun 20262 mins read
TukuTouch Logo
ઈરાન-અમેરિકા ડીલને ફાઇનલ થયાને 24 કલાક પણ વીત્યા નથી ત્યાં ઇઝરાયલે લેબનાન પર ફરીથી હુમલો કરી દીધો છે. ઈરાનની ન્યૂઝ એજન્સી IRIBએ લેબનાનના પોતાના સૂત્રોના હવાલાથી દક્ષિણી લેબનાનમાં ઇઝરાયલી હવાઈ અને આર્ટિલરી હુમલાનો અહેવાલ આપ્યો છે. IRIBનો દાવો છે કે ઇઝરાયલે દક્ષિણી લેબનાનના જવતાર, મરકબા અને ખિયામ શહેર પર હુમલો કર્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલે હવાઈ હુમલા અને આર્ટિલરી શેલિંગ બંને કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-US શાંતિ ડીલ વચ્ચે ઈઝરાયલે લેબેનૉન પર ફરી કર્યો મોટો હુમલો, કહ્યું-'ટ્રમ્પ કરારના અમે બંધનકર્તા નથી'

Israel Again Attacks Lebanon: ઈરાન-અમેરિકા ડીલને ફાઇનલ થયાને 24 કલાક પણ વીત્યા નથી ત્યાં ઈઝરાયલે લેબેનૉન પર ફરીથી હુમલો કરી દીધો છે. ઈરાનની ન્યૂઝ એજન્સી IRIBએ લેબેનૉનના પોતાના સૂત્રોના હવાલાથી દક્ષિણી લેબેનૉનમાં ઈઝરાયલી હવાઈ અને આર્ટિલરી હુમલાનો અહેવાલ આપ્યો છે. IRIBનો દાવો છે કે ઈઝરાયલે દક્ષિણી લેબેનૉનના જવતાર, મરકબા અને ખિયામ શહેર પર હુમલો કર્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલે હવાઈ હુમલા અને આર્ટિલરી શેલિંગ બંને કર્યા છે.

લેબેનૉન પર ઈઝરાયલે ફરી હુમલો કર્યો

આ દરમિયાન દક્ષિણી લેબેનૉનના અધિકારીઓએ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ત્રણ મહિનાથી ચાલી રહેલી લડાઈથી બેઘર થયેલા લોકોને ચેતવણી આપી છે કે તેઓ ઉતાવળમાં ઘરે પરત ન ફરે. નોંધનીય છે કે ઈરાન અને અમેરિકાએ સોમવારે આ ડીલ પર પરસ્પર સહમતિ દર્શાવી છે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે શાંતિ કરાર લાગુ થવાની સાથે જ લેબેનૉન સહિત તમામ મોરચાઓ પર ફાયરિંગ બંધ થઈ જશે. પરંતુ IRIBના દાવા અનુસાર લેબેનૉન પર ઈઝરાયલે ફરી હુમલો કર્યો છે.

ઈઝરાયલ સેના નહીં હટાવે!

જો કે ઈઝરાયલના આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી. યુદ્ધવિરામ જાળવી રાખવાના ડિપ્લોમેટિક પ્રયાસો છતાં ઈઝરાયલ-લેબેનૉન બોર્ડર પર આ હુમલા થયા છે. લોકલ અધિકારીઓ અને લેબેનૉની મીડિયા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આ તરફ ઈઝરાયલનું પણ કહેવું છે કે તે દક્ષિણ લેબેનૉનમાંથી પોતાની સેના નહીં હટાવે અને ન તો કબજો કરેલી જમીનો ખાલી કરશે.

અમેરિકા અને ઈરાન યુદ્ધની ઘાતક અસર લેબેનૉનમાં

લેબેનૉનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની સૌથી ઘાતક અસર જોવા મળી છે. ઈઝરાયલના જણાવ્યા અનુસાર, તેમાં હજારો લોકો માર્યા ગયા છે. ઈઝરાયલનો દાવો છે કે તેમાં મોટાભાગના આતંકીઓ હતા. આ તરફ ઈરાન સમર્થિત જૂથ વિરુદ્ધ ઈઝરાયલના હુમલાને કારણે લગભગ 12 લાખ લોકો બેઘર થઈ ગયા છે. આ જૂથે 2 માર્ચે તેહરાનના સમર્થનમાં ઈઝરાયલ પર ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચો: 'નેતન્યાહૂ અડિયલ છે, તેમણે મારો આભાર માનવો જોઈએ', ઈરાન સાથે શાંતિ કરાર બાદ ટ્રમ્પનું નિવેદન

'ટ્રમ્પનો કરાર ઈઝરાયલ પર બંધનકર્તા નથી'

આ દરમિયાન ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન-ગ્વિરે કહ્યું છે કે ટ્રમ્પનો કરાર ઈઝરાયલ પર બંધનકર્તા નથી. તેમણે કહ્યું કે ઈઝરાયલ અમેરિકાને આધીન નથી, અને અમે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છીએ. બેન ગ્વિરે કહ્યું, 'જ્યારે પણ અમે ઈઝરાયલની સુરક્ષાની કિંમત પર આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂક્યા, અમારે તેની ભારે કિંમત ચૂકવવી પડી. ઓસ્લો સમજૂતી વખતે પણ આવું જ થયું, 2006ના લેબેનૉન સમજૂતીમાં પણ આ જ થયું અને ગાઝામાં નિયંત્રણના દરેક પ્રયાસ દરમિયાન પણ આવું જ થયું, જેનું પરિણામ અમારા માટે ખૂબ જ ખરાબ રહ્યું.' ઈઝરાયલે એ પણ કહ્યું છે કે તે લેબેનૉન પર કબજો કરવામાં આવેલી જમીનો હાલમાં પરત આપવાનું  નથી