World

'આજે અમે ઈરાન પર ફરી બહુ મોટો હુમલો કરીશું', અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ચેતવણી

By GS Team
10 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પે (Donald J. Trump) આજે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસ (Oval Office)માં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ઈરાન સામે સીધા યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમેરિકી સેના આજે ફરી ઈરાન પર સૈન્ય હુમલાઓ (Airstrikes) શરૂ કરશે, અને આ વખતે અમે ઈરાન પર 'અત્યંત ભયાનક અને કડક પ્રહાર' (Attack them very hard) કરીશું.'

Summarized by AI; it may make mistakes. Check important info

'આજે અમે ઈરાન પર ફરી બહુ મોટો હુમલો કરીશું', અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ચેતવણી

Trump Oval Office Iran Statement 2026 : અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પે (Donald J. Trump) આજે વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસ(Oval Office)માં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ઈરાન સામે સીધા યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમેરિકી સેના આજે ફરી ઈરાન પર સૈન્ય હુમલાઓ (Airstrikes) શરૂ કરશે, અને આ વખતે અમે ઈરાન પર 'અત્યંત ભયાનક અને કડક પ્રહાર' (Attack them very hard) કરીશું.'

ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ઑર્ગેનાઇઝેશન(OSINTdefender)ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓવલ ઑફિસમાં પત્રકારોને સંબોધતા આક્રમક અંદાજમાં કહ્યું કે, 'અમે ગઈકાલે રાત્રે પણ ઈરાન પર બહુ મોટો અને જોરદાર પ્રહાર કર્યો હતો, અને આજે ફરી અમે તેમની પર તેવો જ ભયાનક હુમલો કરવા જઈ રહ્યા છીએ. કદાચ જો તમે આ સમાચાર જોવાનું ચૂકી ગયા હોવ, અથવા તમે તમારા ટેલિવિઝન સેટ (ટીવી) ચાલુ ન કર્યા હોય તો જાણી લો કે, આજે ફરી મોટો હુમલો થશે. આ હુમલા બાદ હવે (શાંતિ કે પરમાણુ) ડીલનું શું થાય છે તે આપણે જોઈશું.'

હોર્મુઝ સામુદ્રધુની વિવાદ બાદ સ્થિતિ વણસી

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકાના અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટરને ઈરાની સૈન્ય દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જો કે યુએસ સેનાએ ડ્રોનની મદદથી પોતાના બંને પાયલોટોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા, પરંતુ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આ ઘટનાને અમેરિકાના સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને વળતો પ્રહાર શરૂ કરી દીધો છે.

અમેરિકાના આ આકરા તેવર અને વારંવાર થઈ રહેલા હવાઈ હુમલાના કારણે પશ્ચિમ એશિયા(Middle East)માં ગમે ત્યારે સંપૂર્ણ કક્ષાનું પ્રાદેશિક યુદ્ધ ફાટી નીકળે તેવી ભીતિ વૈશ્વિક રાજદ્વારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવો અને શેરબજાર પર પણ આ યુદ્ધની સીધી નકારાત્મક અસરો જોવા મળી રહી છે.