World

'જ્યાં સુધી અમેરિકન સૈનિકો નહીં મરે...', સંસદે ઝટકો આપ્યા બાદ ટ્રમ્પની સિક્રેટ વાતચીત લીક!

By GS Team
4 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાન સામે ‘ઓલ-આઉટ વોર’ (સંપૂર્ણ યુદ્ધ) છેડવાની અને સૈન્ય કાર્યવાહી કરવાની શક્તિઓ પર અમેરિકન સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ’ (House of Representatives) એ મોટો કાપ મૂકી દીધો છે. ગૃહે એક એવો પ્રસ્તાવ પસાર કર્યો છે, જેના અંતર્ગત પ્રમુખ ટ્રમ્પ કોંગ્રેસ (સંસદ) ની મંજૂરી વિના ઇરાનમાં જંગ જારી રાખી શકશે નહીં કે નવા એરસ્ટ્રાઈકના આદેશ આપી શકશે નહીં. આ ઘટનાક્રમને ટ્રમ્પ વહીવટીતંત્ર માટે એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જ્યાં સુધી અમેરિકન સૈનિકો નહીં મરે...', સંસદે ઝટકો આપ્યા બાદ ટ્રમ્પની સિક્રેટ વાતચીત લીક!

US House Limits Trump's War Powers: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાન સામે ‘ઓલ-આઉટ વોર’ (સંપૂર્ણ યુદ્ધ) છેડવાની અને સૈન્ય કાર્યવાહી કરવાની શક્તિઓ પર અમેરિકન સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ’ (House of Representatives) એ મોટો કાપ મૂકી દીધો છે. ગૃહે એક એવો પ્રસ્તાવ પસાર કર્યો છે, જેના અંતર્ગત પ્રમુખ ટ્રમ્પ કોંગ્રેસ (સંસદ) ની મંજૂરી વિના ઇરાનમાં જંગ જારી રાખી શકશે નહીં કે નવા એરસ્ટ્રાઈકના આદેશ આપી શકશે નહીં. આ ઘટનાક્રમને ટ્રમ્પ વહીવટીતંત્ર માટે એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.

ટ્રમ્પની સીક્રેટ વાતચીત આવી સામે

આ દરમિયાન ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રમુખ ટ્રમ્પે ખાનગીમાં પોતાના સાથીઓને કહ્યું છે કે, "જ્યાં સુધી કોઈ અમેરિકન સૈનિકનું મોત નહીં થાય, ત્યાં સુધી તે ઇરાન સામે નવું યુદ્ધ શરૂ કરશે નહીં." જો તેહરાન (ઇરાન) કોઈ અમેરિકન સૈનિક પર હુમલો કરશે, તો જ તે સીઝફાયર ખતમ કરવા પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે સતત હિંસક અથડામણો છતાં અમેરિકાએ ઇરાન પર છેલ્લા કેટલાક સપ્તાહથી એરસ્ટ્રાઈક રોકી રાખી છે.

પોતાની જ પાર્ટીના સાંસદોએ ફેરવી તોળ્યું

રિપબ્લિકન બહુમતી ધરાવતા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ પ્રસ્તાવ 215 વિરુદ્ધ 208 મતોથી પાસ થયો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે ટ્રમ્પની પોતાની જ રિપબ્લિકન પાર્ટીના ચાર સાંસદોએ પક્ષપલટો કરીને ડેમોક્રેટ્સના પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. આ પ્રસ્તાવમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે જ્યાં સુધી સંસદ સત્તાવાર રીતે યુદ્ધની જાહેરાત ન કરે, ત્યાં સુધી ઇરાનમાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવવામાં આવે.

કેમ વધી રહ્યો છે વિરોધ?

ડેમોક્રેટ સાંસદોનું કહેવું છે કે બંધારણ મુજબ યુદ્ધ જાહેર કરવાનો અધિકાર માત્ર સંસદ પાસે છે, પ્રમુખ પાસે નહીં. વિપક્ષનો આરોપ છે કે ટ્રમ્પે કોઈ સ્પષ્ટ વ્યૂહરચના વિના અમેરિકાને લાંબા સંઘર્ષમાં ધકેલી દીધું છે. વધુમાં, ઇરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ, મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કિંમતોમાં થયેલો અસહ્ય વધારો પણ આ વિરોધનું મુખ્ય કારણ બન્યો છે.

જોકે, આ પ્રસ્તાવ હાલ પ્રતીકાત્મક ગણાશે, કારણ કે તેને સંપૂર્ણ કાયદો બનવા માટે હજી અમેરિકન સેનેટ (ઉપલા ગૃહ) ની મંજૂરી મેળવવી જરૂરી રહેશે. તેમ છતાં, પોતાની જ પાર્ટીમાં વધી રહેલા મતભેદોએ ટ્રમ્પ માટે આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધારી દીધી છે.