World

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈરાનની આ વાત માનવા તૈયાર થયું અમેરિકા! ભારતે પણ થશે ફાયદો

By GS Team
19 May 20263 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે વૈશ્વિક બજાર માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, અમેરિકા ઈરાનની એક મોટી માંગ પૂરી કરવા માટે સહમત થઈ ગયું છે. ઈરાન લાંબા સમયથી ઈચ્છતું હતું કે તેના ઓઇલ વેચાણ પર લાગેલા તમામ પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે જેથી તે વૈશ્વિક બજારનો ફરી હિસ્સો બની શકે. બંને દેશો વચ્ચે હાલમાં જે નવા ડ્રાફ્ટ પર ચર્ચા ચાલી રહી છે, તે મુજબ અમેરિકા ઈરાનના ઓઇલ પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હટાવવા માટે રાજી થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈરાનની આ વાત માનવા તૈયાર થયું અમેરિકા! ભારતે પણ થશે ફાયદો
(IMAGE -IANS)

US Halts Attack as Iran Proposes Peace Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે વૈશ્વિક બજાર માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, અમેરિકા ઈરાનની એક મોટી માંગ પૂરી કરવા માટે સહમત થઈ ગયું છે. ઈરાન લાંબા સમયથી ઇચ્છતું હતું કે તેના ઓઇલ વેચાણ પર લાગેલા તમામ પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે જેથી તે વૈશ્વિક બજારનો ફરી હિસ્સો બની શકે. બંને દેશો વચ્ચે હાલમાં જે નવા ડ્રાફ્ટ પર ચર્ચા ચાલી રહી છે, તે મુજબ અમેરિકા ઈરાનના ઓઇલ પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હટાવવા માટે રાજી થયું છે. 

આ પ્રસ્તાવ અગાઉની સરખામણીએ તદ્દન અલગ છે, કારણ કે આમાં અંતિમ કરાર થાય તે પહેલાં, એટલે કે માત્ર વાટાઘાટોની પ્રક્રિયા દરમિયાન જ પ્રતિબંધોમાં રાહત આપવાની રજૂઆત કરવામાં આવી છે. આ નિર્ણય ભારત માટે પણ ખૂબ જ સારા સમાચાર સાબિત થઈ શકે છે, કારણ કે જો ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાની છૂટ મળશે તો ભારતને દૂર રશિયા પર નિર્ભર રહેવું નહીં પડે.

સંપૂર્ણ પ્રતિબંધો હટાવવાની માંગ પર અડગ ઈરાન

વાટાઘાટો સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી એજન્સીએ જણાવ્યું છે કે, ઈરાન હજુ પણ પોતાની એ માંગ પર અડગ છે કે કોઈ પણ લાંબાગાળાના કરાર માટે અમેરિકાએ પોતાના તમામ પ્રતિબંધો કાયમી ધોરણે નાબૂદ કરવા પડશે. તેહરાનનું સ્પષ્ટ કહેવું છે કે પ્રતિબંધોમાંથી મળનારી આ રાહત ભવિષ્યના કોઈપણ કરારમાં અમેરિકાની મુખ્ય પ્રતિબદ્ધતા તરીકે ગેરંટી સાથે આપવી જોઈએ. બીજી તરફ, અમેરિકા હાલમાં માત્ર એક અસ્થાયી છૂટનું ફોર્મ્યુલા આપી રહ્યું છે, જે જ્યાં સુધી કોઈ અંતિમ અને વ્યાપક કરાર ન થાય ત્યાં સુધી જ લાગુ રહેશે. અહેવાલો અનુસાર, અમેરિકાએ અંતિમ સહમતિ ન બને ત્યાં સુધી 'OFAC' પ્રતિબંધોમાં આ અસ્થાયી છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

પાકિસ્તાન મારફતે અમેરિકાને નવો શાંતિ પ્રસ્તાવ મોકલાયો

આ અગાઉ 'રોયટર્સ'ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈરાને મધ્ય પૂર્વના આ મોટા સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક સુધારેલો પ્રસ્તાવ શેર કર્યો છે, જેને પાકિસ્તાન મધ્યસ્થી બનીને અમેરિકા સુધી પહોંચાડ્યો છે. તાજેતરમાં જ ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટો યોજાઈ હતી, જે કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ હતી. આ દરમિયાન સોમવારે ઈરાને સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, તેણે યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના એક નવા પ્રસ્તાવ પર પોતાની પ્રતિક્રિયા મોકલી આપી છે.

આ પણ વાંચો: ઓઇલ સંકટ વચ્ચે અમેરિકાની જાહેરાતથી ભારતને મોટો ફાયદો! ગાઢ મિત્ર રાષ્ટ્ર પાસેથી ખરીદી શકાશે ક્રૂડ

ઈરાને નવો પ્રસ્તાવ પાઠવતા અમેરિકાએ હુમલો રોક્યો

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મંગળવારે ઈરાન પર અમેરિકા સત્તાવાર હુમલો કરવાનું જ હતું, પરંતુ ઈરાન તરફથી અચાનક વોશિંગ્ટનને એક નવી શાંતિ દરખાસ્ત મોકલવામાં આવી. આ દરખાસ્ત મળ્યા બાદ ટ્રમ્પે સેનાને હુમલો રોકવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પના મતે, હવે ઈરાન સાથે ન્યુક્લિયર અંગે ડીલ થવાની ખૂબ સારી તકો દેખાઈ રહી છે.

જોકે સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે સેનાને એવી સૂચના પણ આપી છે કે જો ઈરાન સાથેની આ શાંતિ વાટાઘાટોમાં કોઈ સ્વીકાર્ય કરાર નહીં થાય, તો સેનાએ માત્ર એક ઈશારે ઈરાન પર મોટા પાયે હુમલા કરવા માટે તૈયાર રહેવું પડશે.