Get The App

ઇરાનમાં યુએસની મહિલા પત્રકારનું અપહરણ, ઇરાન સમર્થિત કાતાઇબ હિજબુલ્લાહ પર શંકા

શેલી કિટસન ઘણા સમયથી ઇરાનમાં રિપોર્ટિગ કરી રહી હતી.

અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી ગાડીને જપ્ત કરવામાં આવી

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનમાં યુએસની મહિલા પત્રકારનું અપહરણ,  ઇરાન સમર્થિત કાતાઇબ હિજબુલ્લાહ પર શંકા 1 - image


વોશિંગ્ટન,૧ એપ્રિલ,૨૦૨૬,બુધવાર 

અમેરિકી પત્રકાર શેલી કિટસનનું ૩૧ માર્ચના રોજ ઇરાકના પાટનગર બગદાદમાં અપહરણ થયું હતું. આ અંગે ઇરાકી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે શેલીને સાદૂન સ્ટ્રીટથી ઉપાડી જવામાં આવી હતી. માહિતી મળવાની સાથે જ સુરક્ષાદળોએ અપહરણકર્તાઓનો પીછો કર્યો હતો. બાબિલ પ્રાંતના અલ-હસવા પાસે એક વાહન પલટી ખાઇ ગયું હતું. અપહરણમાં બે ગાડીઓ સામેલ હતી. ગાડીમાંથી બહાર નિકળેલા શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

 અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી ગાડીને જપ્ત કરવામાં આવી હતી બાકીના આરોપી ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે. એક અમેરિકી અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે અપહરણમાં ઇરાન સમર્થિત ઇરાકી ગુ્પ કાતાઇબ હિજબુલ્લાહની સામેલગીરી હોઇ શકે છે. અમેરિકી વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકી નાગરિકોની સુરક્ષા સૌથી ઉચ્ચ પ્રાથમિકતા છે અને સમગ્ર ઘટના પર નજર રાખી રહયા છીએ. શેલી કિટસન ઘણા સમયથી ઇરાનમાં રિપોર્ટિગ કરી રહી હતી.