World

એપસ્ટિન ફાઈલ્સ: ટ્રમ્પે એપસ્ટિનના અંગત જેટમાં 8 વખત મુસાફરી કરી, નવા 30,000 દસ્તાવેજ જાહેર

By GS TEAM
23 Dec 20253 mins read
TukuTouch Logo
અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)એ આજે (23 ડિસેમ્બર) મંગળવારે યૌનશોષણ ગુનેગાર જેફરી એપસ્ટિન સંબંધિત દસ્તાવેજોનો કેસના લગભગ 30 હજારથી વધુ પાનાના દસ્તાવેજો અને ડઝનબંધ વીડિયો ક્લિપ જાહેર કરી છે. આ નવા દસ્તાવેજોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અનેક વખત ઉલ્લેખ છે. એપસ્ટિનના ખાનગી જેટના ફ્લાઇટ રેકોર્ડ ડેટાના આધારે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ ઉલ્લેખાયું છે પણ ટ્રમ્પની કોઈ ગુનાહિત સંડોવણીનો દાવો કરાયો નથી. ટ્રમ્પે 1993થી 1996ની વચ્ચે એપસ્ટિનના ખાનગી વિમાનમાંથી આઠ વખત ઉડાન ભરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

એપસ્ટિન ફાઈલ્સ: ટ્રમ્પે એપસ્ટિનના અંગત જેટમાં 8 વખત મુસાફરી કરી, નવા 30,000 દસ્તાવેજ જાહેર

Epstein Files News : અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)એ આજે (23 ડિસેમ્બર) મંગળવારે યૌનશોષણ ગુનેગાર જેફરી એપસ્ટિન સંબંધિત દસ્તાવેજોનો કેસના લગભગ 30 હજારથી વધુ પાનાના દસ્તાવેજો અને ડઝનબંધ વીડિયો ક્લિપ જાહેર કરી છે. આ નવા દસ્તાવેજોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અનેક વખત ઉલ્લેખ છે. એપસ્ટિનના ખાનગી જેટના ફ્લાઇટ રેકોર્ડ ડેટાના આધારે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ ઉલ્લેખાયું છે પણ ટ્રમ્પની કોઈ ગુનાહિત સંડોવણીનો દાવો કરાયો નથી. ટ્રમ્પે 1993થી 1996ની વચ્ચે એપસ્ટિનના ખાનગી વિમાનમાંથી આઠ વખત ઉડાન ભરી હતી.

ટ્રમ્પે ઓછામાં ઓછી આઠ વખત એપસ્ટિન સાથે સફર કરી

દસ્તાવેજોમાં સમાવિષ્ટ એક ઇમેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે 7 જાન્યુઆરી, 2020ના રોજના ડોનાલ્ડ ટ્રમ્પે 1993 અને 1996 વચ્ચે ઓછામાં ઓછા આઠ વખત એપસ્ટિનના ખાનગી જેટમાં સફર કરી હતી. ઈમેલ મોકલનાર અને મેળવનારનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. 


ઇમેલ મુજબ એક ઉડાનમાં ફક્ત એપસ્ટિન, ટ્રમ્પ અને 20 વર્ષનો અજાણ્યો વ્યક્તિ હતો. ઈમેઈલ મુજબ, ચાર વખત ફ્લાઇટ્સમાં ઘિસ્લેન મેક્સવેલ પણ દેખાઈ હતી, જે એપસ્ટિનની ગર્લફ્રેન્ડ હોવાનું માનવામાં આવે છે અને પાછળથી માનવ તસ્કરીના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવી હતી. કેટલીક વખત મુસાફરીમાં ટ્રમ્પ સાથે તેમની પૂર્વ પત્ની માર્લા મેપલ્સ, પુત્રી ટિફની અને પુત્ર એરિક પણ હતા. આમાંથી એક ફ્લાઇટમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં 1993ની ફ્લાઇટમાં ટ્રમ્પ અને એપસ્ટિન માત્ર બે જ મુસાફરો હતા. અન્ય ફ્લાઇટ્સમાં કેટલીક મહિલાઓ મેક્સવેલ કેસમાં સાક્ષી હોઈ શકે છે.

'રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ ખોટા અને સનસનાટીભર્યા દાવાઓ'

ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)એએ સ્પષ્ટતા કરી છે કે 'આ દસ્તાવેજોમાંથી કેટલાકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ ખોટા અને સનસનાટીભર્યા દાવાઓ શામેલ છે, જે 2020ની ચૂંટણી પહેલા FBIને સોંપવામાં આવ્યા હતા, જો આમાં કોઈ સત્યતા હોત તો અત્યાર સુધીમાં તેનો ઉપયોગ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે હથિયાર તરીકે થઈ ગયો હોત.'


'મારી પણ તસવીરો છે...'

નવા દસ્તાવેજો જાહેર થાય તે પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. 22 ડિસેમ્બરે આપેલા નિવેદનમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે ' ભૂતકાળમાં જે નિર્દોષ લોકો એપસ્ટિનને મળ્યા હતા, આ ફાઇલોના કારણે તેમની પ્રતિષ્ઠા ખોટી રીતે ખરાબ થવાનું જોખમ છે'. ટ્રમ્પે વધુમાં સ્વીકાર્યું કે, 'મારી પોતાની પણ એપસ્ટિન સાથેની તસવીરો છે. તે સમયે દરેક વ્યક્તિ આ માણસ (એપસ્ટિન ) સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતી હતી.' ટ્રમ્પે ક્લિન્ટન અને અન્ય હસ્તીઓની તસવીરો જાહેર કરવા સામે વાંધો ઉઠાવતા તેને 'ભયાનક બાબત' ગણાવી હતી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ક્લિન્ટન એક મોટા ગજાના નેતા છે અને તેઓ આ સ્થિતિને સંભાળી લેશે'.


ડોનાલ્ડ ટ્રમ્પે આ ફાઇલો જાહેર થવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ દસ્તાવેજોમાં એવા અનેક પ્રતિષ્ઠિત બૅન્કરો, નામાંકિત વકીલો અને અન્ય મહાનુભાવોની તસવીરો હોઈ શકે છે, જેઓ વર્ષો પહેલા માત્ર એક સામાજિક શિષ્ટાચારના ભાગરુપે અથવા નિર્દોષ ભાવે જેફરી એપસ્ટિનને મળ્યા હતા. ટ્રમ્પના મતે, કોઈ વ્યક્તિ માત્ર કોઈ પાર્ટીમાં સાથે જોવા મળે અથવા તસવીરમાં સાથે હોય તેના આધારે તેની વર્ષોની કમાયેલી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું એ ઘોર અન્યાય છે.

એપસ્ટિન ફાઈલ્સમાં આ જાણીતી હસ્તીઓની તસવીરો સામે આવી હતી

  • અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
  • પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન
  • પોપ સ્ટાર માઈકલ જેક્સન
  • બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ તેમજ તેમની પત્ની સારા ફર્ગ્યુસન
  • પ્રખ્યાત ટીવી હોસ્ટ ઓપ્રા વિન્ફ્રે
  • હોલીવુડ અભિનેતા કેવિન સ્પેસી અને ક્રિસ ટકર
  • અબજોપતિ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સન

ટ્રમ્પના આદેશ બાદ જાહેર કરાઈ તસવીરો

જેફરી એપસ્ટિનના જેલમાં રહસ્યમય મોત બાદથી તેના નેટવર્ક અને પ્રભાવશાળી લોકો સાથેના સંબંધો વિશે સતત સવાલો ઉઠતા રહ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 નવેમ્બરે એક કાયદા પર હસ્તાક્ષર કરીને આદેશ આપ્યો હતો કે, એપસ્ટિન સંબંધિત તમામ દસ્તાવેજો 30 દિવસની અંદર જાહેર કરવામાં આવે. આ સમયમર્યાદા 19 ડિસેમ્બરે પૂર્ણ થતા જ ન્યાય વિભાગે એક બાદ એક કેસ સંબંધિત વિગતો જાહેર કરી રહ્યું છે.

આ પણ વાંચો: એપસ્ટિન ફાઈલ્સ: અત્યાર સુધી 3 લાખ દસ્તાવેજ જાહેર, કોનું-કોનું નામ આવ્યું? જુઓ લિસ્ટ

શું હતો એપસ્ટિન કેસ? 

નોંધનીય છે કે ધનાઢ્ય ફાયનાન્સર જેફરી એપસ્ટિન પર સગીરાઓની જાતીય તસ્કરીના ગંભીર આરોપો હતા. 2019માં ન્યુયોર્કની જેલમાં ટ્રાયલની રાહ જોતી વખતે તેનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું, જેને સત્તાવાર રીતે આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી.