કુવૈત,૨ માર્ચ,૨૦૨૬,સોમવાર
કુવૈતના સુરક્ષા વિભાગે એફ-૧૫ સહિતના અમેરિકન ફાઇટર પ્લેન ક્રેશ થયા હોવાનું જણાવતા હાહાકાર મચી ગયો હતો. અમેરિકન આર્મીના સેંટ્લ કમાંડના જણાવ્યા અનુસાર અમેરિકાના ત્રણ ફાઇટર પ્લેન કુવૈતની એર ડિફેન્સનો ભોગ બન્યા છે. ઇરાની હુમલા દરમિયાન થયેલા ફાયરિંગ સમયે આ ઘટના બની હતી. કુવૈતના રક્ષા મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા ક્રેશ થયેલા ફાઇટર પ્લેન પોતાની જમીન પર ક્રેશ થયા છે. કુવૈતના અલ જાહરામાં એફ-૧૫ ફાઇટર પ્લેન ક્રેશ થઇ રહયું હોવાની તસ્વીર બહાર આવી છે.
અમેરિકી સેન્ટ્રલ કમાંડે આ ઘટના અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ત્રણ અમેરિકી એફ-૧૫ ઇ સ્ટ્રાઇક ઇગલ જે પોતાના ઓપરેશન એપિક ફરીને મદદ કરી રહયા હતા જે કુવૈતના ઉપ ફ્રેન્ડલી ફાયરનો શિકાર બન્યા છે. આ ઘટના ઇરાની વિમાન, બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોન સક્રિય લડાઇમાં સામેલ હતા ત્યારે બની હતી. જો કે ફાયટર પ્લેન ઇરાનની મિસાઇલ નહી પરંતુ વિમાનો ભૂલથી કુવૈતમાં ગોઠવવામાં આવેલી એર ડિફેન્સનો ભોગ બન્યા હતા. અમેરિકી સેનાએ સહયોગ બદલ કુવૈતી સુરક્ષાબળોનો આભાર માન્યો હતો.અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર વિમાનોમાં બેઠેલા તમામ ૬ સૈનિકો સુરક્ષિત છે.


