World

ભારતને ફટાફટ LPG મોકલી રહ્યું છે અમેરિકા, સાઉદી-કતારની બાદશાહત ખતમ?

By GS Team
3 Jun 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતની ઉર્જા ખરીદી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે. અમેરિકા હવે ભારતનું સૌથી મોટું LPG સપ્લાયર બની ગયું છે, જ્યારે રશિયા ક્રૂડ ઓઇલ સપ્લાયમાં મોખરે રહ્યું છે. ખાડી દેશોમાંથી LPGની આયાતમાં ભારે ઘટાડો થયો છે, જેના કારણે ભારતે અમેરિકા પાસેથી LPG ની ખરીદી વધારી દીધી છે. પશ્ચિમ એશિયાના તણાવે ભારતની એનર્જી સપ્લાય ચેનને પૂરી રીતે બદલી નાખી છે. આ જ બદલાવની અસર છે કે, મધ્ય-પૂર્વના દેશોમાંથી ભારે માત્રામાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) આયાત કરનાર ભારત હવે અમેરિકા પાસેથી આ પેટ્રોલિયમ પ્રોડક્ટ ખરીદી રહ્યું છે. હવે અમેરિકા પરંપરાગત ખાડી દેશોને પાછળ છોડીને ભારતનું સૌથી મોટું LPG સપ્લાયર બની ગયું છે. બીજી તરફ, રશિયા ભૌગોલિક-રાજકીય તણાવ અને પ્રતિબંધો છતાં ભારતનું સૌથી મોટું ઓઇલ સપ્લાયર બનેલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતને ફટાફટ LPG મોકલી રહ્યું છે અમેરિકા, સાઉદી-કતારની બાદશાહત ખતમ?

US Becomes India's Top LPG Supplier : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતની ઉર્જા ખરીદી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે. અમેરિકા હવે ભારતનું સૌથી મોટું LPG સપ્લાયર બની ગયું છે, જ્યારે રશિયા ક્રૂડ ઓઇલ સપ્લાયમાં મોખરે રહ્યું છે. ખાડી દેશોમાંથી LPGની આયાતમાં ભારે ઘટાડો થયો છે, જેના કારણે ભારતે અમેરિકા પાસેથી LPG ની ખરીદી વધારી દીધી છે. પશ્ચિમ એશિયાના તણાવે ભારતની એનર્જી સપ્લાય ચેનને પૂરી રીતે બદલી નાખી છે. આ જ બદલાવની અસર છે કે, મધ્ય-પૂર્વના દેશોમાંથી ભારે માત્રામાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) આયાત કરનાર ભારત હવે અમેરિકા પાસેથી આ પેટ્રોલિયમ પ્રોડક્ટ ખરીદી રહ્યું છે. હવે અમેરિકા પરંપરાગત ખાડી દેશોને પાછળ છોડીને ભારતનું સૌથી મોટું LPG સપ્લાયર બની ગયું છે. બીજી તરફ, રશિયા ભૌગોલિક-રાજકીય તણાવ અને પ્રતિબંધો છતાં ભારતનું સૌથી મોટું ઓઇલ સપ્લાયર બનેલું છે.

LPG સપ્લાયમાં ભારતનો હિસ્સો 

ડેટા એનાલિટિક્સ ફર્મ કેપ્લર (Kpler)ના આંકડા અનુસાર, મે 2026 માં ભારતના કુલ LPG આયાતમાં અમેરિકાનો હિસ્સો 55% રહ્યો છે, જ્યારે ફેબ્રુઆરીમાં તે માત્ર 14% હતો. આ ફેરફારનું સૌથી મોટું કારણ અમેરિકા-ઇઝરાયેલનું ઇરાન વિરુદ્ધ યુદ્ધ શરૂ થવું છે. 28 ફેબ્રુઆરીના રોજ બંને દેશોએ ઇરાન પર હુમલો કર્યો હતો, ત્યારબાદ શરૂ થયેલા યુદ્ધે સમગ્ર અખાતી વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી. આ યુદ્ધે એનર્જી સપ્લાય ચેન પર ખૂબ જ ખરાબ અસર પાડી કારણ કે, ઇરાને તેલ અને ગેસની સપ્લાય માટેના અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને બંધ કરી દીધો હતો. હાલમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે, અને યુદ્ધ ખતમ કરવા માટેની કોઈ પણ વાતચીત હજુ સુધી તેના અંતિમ અંજામ સુધી પહોંચી શકી નથી.

ભારત પરંપરાગત રીતે પોતાની મોટાભાગની LPG જરૂરિયાતો માટે અખાતી દેશો પર નિર્ભર રહ્યું છે. પરંતુ યુદ્ધના કારણે સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, કુવૈત અને કતાર જેવા દેશોમાંથી આયાત ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ભારતના LPG આયાતમાં આ દેશોનો સંયુક્ત હિસ્સો ફેબ્રુઆરીમાં 81% થી ઘટીને મે મહિનામાં માત્ર 16% રહી ગયો છે.

મહત્વનું છે કે આ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે સામાન્ય લોકો માટે ઉપયોગી એવો 'છોટુ' ગેસ સિલિન્ડર પણ મોંઘો થયો છે, છેલ્લા 2 મહિનામાં તેના ભાવમાં 323 રૂપિયાનો વધારો થતાં મજૂરો અને વિદ્યાર્થીઓનું બજેટ ખોરવાયું છે.