Get The App

દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહાર ખોરવાયો : હાઇ-એલર્ટ જાહેર

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહાર ખોરવાયો : હાઇ-એલર્ટ જાહેર 1 - image

- જ્યાં વર્ષા સ્વપ્ન સમાન છે : તે પ્રદેશ જળબંબાકાર

- સમગ્ર અરબ દ્વિપકલ્પમાં બારે માસ વહેતી નદી જ નથી : કોઈ કોઈ ઝરણાં છે એક તરફ અનરાધાર વર્ષા તો બીજી તરફ પ્રચંડ પવનોએ તબાહી વેરી

દુબઈ : જ્યાં વર્ષા સ્વપ્ન સમાન છે તેવા યુએઇમાં શુક્રવારે અનરાધાર વર્ષા થતા સમગ્ર પ્રદેશ જળબંબાકાર બની ગયો હતો. તેમાં યે દુબઈ ઉપર તો જાણે કુદરત રૂઠી હોય તેમ, પ્રચંડ વર્ષા સાથે કલાકના ૬૦ કી.મી.ની ઝડપે ફૂંકાતા પવનોએ તબાહી વેરી નાખી હતી. શહેરના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને લગભગ આઠ દસ માસ સુધી તો કોરીકટ રહેલી 'વાડી' (નાનાં ઝરણાં)માં અચાનક પ્રચંડ પૂર આવ્યા હતા. વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. સરકારે હાઇ-એલર્ટ જાહેર કરવા સાથે યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધર્યું છે.

અલ-મેઇનમાં જળપ્રવાહ અત્યંત વધી રહેતા જળ સપાટી પણ વધી ગઈ છે. ઑનલાઇન વિડીયોમાં છલકાતી 'વાડીઓ' જોવા મળે છે.

સરકારે ત્યાં ત્વરીત પગલા લેવા શરૂ કર્યા છે સાથે નાગરિકોને ધસમસતી વાડીઓથી દૂર રહેવા કડક સૂચના આપી દીધી છે. વરસાદ દરમિયાન બની શકે તો ધરની બહાર પણ નહીં નીકળવા નાગરિકોને તાકીદ કરવામાં આવી છે. યુ.એ.ઇ.ની  મિનિસ્ટ્રી ઑફ ઇન્ટીરીયેર વધુમાં જણાવે છે કે, 'ઘરની બહાર જવામાં પણ જાનનું જોખમ રહેલું છે.'

આ ઉપરાંત ખીણોની નજીક નહી જવા સિંચાઈ માટેની નહેરોની પણ નજીક નહીં જવા તથા આડબંધો પાસે પણ નહી જવા નાગરિકોને આદેશ આપવામાં આવી ગયો છે. સાથે જણાવ્યું છે કે, આ સૂચનાઓનો ભંગ કરનારને ૧,૦૦૦ દીનાર સુધીનો દંડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર આરબ દ્વિપકલ્પ તદ્દન સૂકો પ્રદેશ છે ત્યાં માત્ર કોઈ કોઈ નાના ઝરણાં (વાડી) જોવા મળે છે.

આશ્ચર્ય તો તે છે કે જ્યાં વર્ષા સ્વપ્ન સમાન છે તેવા આ પ્રદેશ યુનાઇટેડ આરબ અમીરાત ઓચિંતો જ જળબંબાકાર બની ગયો છે. વિજ્ઞાાનીઓ કહે છે કે, વૈશ્વિક ઋતુચક્રમાં આવતા પરિવર્તનને લીધે આમ બન્યું છે. 

તકલીફતે છે કે ખાડી દેશો એક તરફ ઇરાનના મિસાઇલ હુમલા સહી રહ્યા છેે ત્યાં કુદરતી આપત્તિ આવી પડી છે.