World

‘યૂક્રેનને વધુ શસ્ત્રોની જરૂર...’ અમેરિકા પહોંચ્યા ઝેલેન્સકી, બિડેન સાથે કરશે મુલાકાત

By GS Team
21 Dec 20222 mins read
This article was originally published on 21 Dec 2022
TukuTouch Logo
24 ફેબ્રુઆરી-2022ના રોજ શરુ થયેલા યુક્રેન-રશિયાના યુદ્ધને 300 દિવસ પૂર્ણ થયા છે, જોકે યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નથી. યુદ્ધથી યુક્રેન તબાહી તરફ ધકેલાઈ રહ્યું છે. પરંતુ અમેરિકા અને નાટો પાસેથી મળી રહેલા ડૉલર અને ખતરનાક શસ્ત્રોના આધારે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પુતિનની સામે અડીખમ ઊભા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘યૂક્રેનને વધુ શસ્ત્રોની જરૂર...’ અમેરિકા પહોંચ્યા ઝેલેન્સકી, બિડેન સાથે કરશે મુલાકાત
Image - wikipedia

નવી દિલ્હી, તા.21 ડિસેમ્બર-2022, બુધવાર

24 ફેબ્રુઆરી-2022ના રોજ શરુ થયેલા યુક્રેન-રશિયાના યુદ્ધને 300 દિવસ પૂર્ણ થયા છે, જોકે યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નથી. યુદ્ધથી યુક્રેન તબાહી તરફ ધકેલાઈ રહ્યું છે. પરંતુ અમેરિકા અને નાટો પાસેથી મળી રહેલા ડૉલર અને ખતરનાક શસ્ત્રોના આધારે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પુતિનની સામે અડીખમ ઊભા છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી યુદ્ધની શરૂઆત પછી 300 દિવસમાં પ્રથમ વખત વિદેશ પ્રવાસ પર અમેરિકા પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, આ મુલાકાતનો હેતુ યુક્રેનની તાકાત અને સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવાનો છે.

ઝેલેન્સકીને જોઈએ શસ્ત્રો, શસ્ત્રો અને વધુ શસ્ત્રો

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના રાજકીય સલાહકાર માઈખાઈલો પોડોલિયાકે કહ્યું કે, આ યાત્રાથી યુક્રેનના અમેરિકા પરના વિશ્વાસના ઉચ્ચસ્તરને દર્શાવ્યું છે અને યુદ્ધમાં યુક્રેનને કેવા શસ્ત્રોની જરૂર છે તે સમજાવવાની તક આપી હતી. ઝેલેન્સકીના રાજકીય સલાહકાર માઈખાઈલો પોડોલ્યાકે કહ્યું કે, શસ્ત્રો, શસ્ત્રો અને વધુ શસ્ત્રો... ઝેલેન્સકી માટે તે સમજાવવું મહત્વપૂર્ણ છે કે શા માટે યુક્રેનને ખાસ પ્રકારના શસ્ત્રોની જરૂર છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેન માટે 2 બિલિયન ડોલરની વધારાની સૈન્ય સહાયની જાહેરાત કરવાના છે. આ જાહેરાત હેઠળ પેટ્રિઅટ મિસાઈલનો પણ સમાવેશ થાય છે.

ઝેલેન્સકી સંયુક્ત સત્રને પણ સંબોધશે

ઝેલેન્સકી અમેરિકી રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધશે. ત્યારબાદ તેઓ કેપિટલ હિલ ખાતે યુએસ સેનેટ અને પ્રતિનિધિ સભાના સંયુક્ત સત્રમાં સંબોધન કરશે. ઉલ્લેખનિય છે કે, યૂક્રેન-રશિયા યુદ્ધમાં અત્યાર સુધી હજારો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે. લાખો લોકો ઘર છોડવા મજબુત બન્યા છે. અનેક શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. યુક્રેન તરફથી જે રીતે વધુ શસ્ત્રોની માંગ કરાઈ છે, તે જોતા રાખી રહ્યું છે કે, હજુ પણ આ યુદ્ધ લાંબુ ચાલશે.

બિડેન-ઝેલેન્સકી 10 મહિનામાં પ્રથમ વખત સામસામે

બિડેન અને ઝેલેન્સકી અત્યાર સુધી માત્ર ફોન પર વાત કરતા હતા, જોકે બિડેન અને ઝેલેન્સ્કીની 10 મહિનામાં આ પ્રથમ મુલાકાત હશે.