World

યુક્રેનનું રશિયા સામે નવું શસ્ત્ર : 'આર્મી ઓફ રોબોટ્સ' ઉતારશે

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
યુક્રેન હવે રશિયા સામેના યુદ્ધમાં ડ્રોન બાદ હ્યુમનોઈડ રોબોટ્સનો ઉપયોગ કરશે. યુક્રેનના પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર માયખાઈલો ફેડોરોવે 'આર્મી ઓફ રોબોટ્સ' પહેલની જાહેરાત કરી છે. આ રોબોટ્સ દારુગોળો પહોંચાડવા, ઘાયલ સૈનિકોને બહાર કાઢવા અને માઈન સંબંધિત કામગીરી કરશે. 6 મહિનામાં રોબોટ દ્વારા રશિયન સૈનિકને મારવાનો લક્ષ્યાંક છે. બીજી તરફ, રશિયાના હુમલામાં 6 લોકોના મોત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેનનું રશિયા સામે નવું શસ્ત્ર : 'આર્મી ઓફ રોબોટ્સ' ઉતારશે

કિવ: રશિયા સામેના યુદ્ધમાં ડ્રોનનો મોટા પાયે ઉપયોગ કર્યા બાદ યુક્રેન હવે હ્યુમનોઈડ રોબોટ્સનો ઉપયોગ કરશે. યુક્રેનના પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર માયખાઈલો ફેડોરોવેએ આર્મી ઓફ રોબોટ્સ નામની નવી પહેલની જાહેરાત કરી છે. તેનો હેતુ યુદ્ધ મેદાનમાં સૈનિકોને જોખમી કામગીરીથી દૂર રાખીને રોબોટ્સ અને એઆઈ આધારિત સિસ્ટમનો ઉપયોગ વધારવાનો છે.
ફેડોરોવના જણાવ્યા અનુસાર, આ પહેલમાં માત્ર એક પ્રકારના હ્યુમનોઈડ્સનો ઉપયોગ કરવાની જગ્યાએ એઆઈ આધારિત સિસ્ટમ્સ, રોબોટિક વ્હીકલ્સની સાથે હ્યુમનોઈડ્સને જોડવાનો છે. રોબોટ્સનો ઉપયોગ દારુગોળો અને અન્ય હથિયારો પહોંચાડવા, ઘાયલ સૈનિકોને બહાર કાઢવા, માઈન સંબંધિત કામગીરી માટે કરવામાં આવશે. આ પહેલ માટે ટારગેટ પણ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં, ૬ મહિનાની અંદર હ્યુમનોઈડ રોબોટ પહેલા રશિયન સૈનિકને મારે તે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
૧૨ મહિનાની અંદર ડ્રોન્સની મદદથી સંપૂર્ણપણે હ્યુમનોઈડ્સ દ્વારા હુમલાનું ટારગેટ નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા ફેડોરોવે આર્મી ઓફ ડ્રોન્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. જે બાદ યુક્રેને રશિયા વિરૂદ્ધના અભિયાનમાં ડ્રોન્સનો આક્રમક રીતે ઉપયોગ કર્યો હતો. યુક્રેન માટે આ નવી ટેકનોલોજી નથી. યુક્રેનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ ૨૦૨૬ની શરૂઆતથી અત્યાર સુધી ૨૨,૦૦૦થી વધુ અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલ્સ માટે કરાર કર્યો છે.

  • રશિયાએ સમગ્ર રાત યુક્રેન પર કરેલા હુમલામાં ૬નાં મોત
    કીવ : નાટો સામેની તંગદિલીને ઘટાડવાની જર્મનીની અપીલ રશિયાએ ફગાવી દીધાનાં થોડાક જ કલાકોમાં રશિયાએ સમગ્ર રાત યુક્રેન પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૬ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
    રશિયાના ટોચનાં રાજદ્વારીએ શનિવારે તેમના જર્મન સમકક્ષ સાથેની મુલાકાતને વધારે મહત્ત્વ આપ્યું ન હતું. ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર હુમલા કરવાનું શરૂ કર્યુ ત્યારથી બંને દેશો વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી.
    યુક્રેનની ઇમરજન્સી સેવાનાં જણાવ્યા અનુસાર કિવમાં રાત્રિ દરમિયાન એક બિન રહેણાંક ઇમારત પર એક રશિયન ડ્રોન ત્રાટક્યા બાદ એક વ્યકિત મૃત હાલતમાં મળી આવ્યો હતો.
    તાજેતરનાં અઠવાડિયામાં રશિયા અને જર્મની વચ્ચેનાં સંબધો વણસ્યા છે. જેનું કારણ ગયા મહિને લીપઝિંગ એરપોર્ટ પર થયેલ ડ્રોન હુમલાનો પ્રયાસ છે. બર્લિને આ માટે ક્રેમલિનને જવાબદાર ઠેરવ્યું હતું.
    તાજેતરનાં મહિનાઓમાં રશિયાએ યુક્રેન પર ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલો, શક્તિશાળી ગ્લાઇડ બોંબ અને જેટ સંચાલિત ડ્રોન દ્વારા અનેક હુમલા કર્યા છે. બીજી તરફ યુક્રેનનાં લાંબા અંતરનાં ડ્રોન રશિયન ઓઇલ રિફાઇનરીઓ અને કોમર્શિયલ એકમોને નિશાન બનાવી રહ્યાં છે.
    જર્મન વિદેશ પ્રધાન જોહાન વેડેફુલની વિનંતી પર ન્યૂયોર્કમાં યોજાયેલી બેઠક પછી રશિયાનાં વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવે તેને ખાસ મહત્ત્વ આપ્યું ન હતું.