યુક્રેને રશિયા પર 1100 ડ્રોન છોડયા રાજધાની મોસ્કો પર સૌથી મોટો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ પણ આક્રમક સ્થિતિમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી રશિયા યુક્રેન પર મોટા હુમલા કરી રહ્યું હતું હવે યુક્રેન રશિયાને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે. યુક્રેને રશિયા પર એક સાથે ૧૧૦૦ ડ્રોન છોડયા હતા. જેમાંથી મોટાભાગના રશિયાની રાજધાની મોસ્કો તરફ છોડવામાં આવ્યા હતા. ત્યાના મેયરે કહ્યું હતું કે રશિયાની રાજધાની પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે.
યુક્રેન દ્વારા રશિયાના ઓઇલ મથકો અને અન્ય આર્થિક સ્થળોને નિશાન બનાવીને એક હજારથી વધુ ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ ડ્રોન રશિયાની રાજધાની મોસ્કો અને તેની આસપાસ ત્રાટક્યા હતા, આ હુમલામાં એક ૭૪ વર્ષીય વૃદ્ધ અને ૪૪ વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આ હુમલાની જાણકારી આપી હતી, તેમણે કહ્યું હતું કે યુક્રેને રશિયા પર ડ્રોનની સાથે મિસાઇલો પણ છોડી હતી જેમાં ફ્લેમિન્ગો અને પેલિકન મિસાઇલોનો સમાવેશ થાય છે.
ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયામાં અબજો ડોલર છે જેને કારણે યુદ્ધમાં તે ટકી રહ્યું છે, તેની આર્થિક કમર તોડવા માટે જ આ હુમલા કરવામાં આવી રહ્યા છે. રશિયા દ્વારા યુક્રેનના ચાર પ્રાંત પર કબજો કરાયો હતો જ્યાં તે ચૂંટણી યોજવાનું હતું, એવી સ્થિતિમાં યુક્રેન દ્વારા હુમલા વધારવામાં આવ્યા છે. બીજી તરફ મોસ્કોના મેયર સેરગેઇ સોબ્યાનીને કહ્યું હતું કે યુક્રેન દ્વારા મોસ્કો પર આ સૌથી મોટો હુમલો છે, જે એક હજાર જેટલા ડ્રોન છોડાયા તેમાંથી ૫૦ ટકા માત્ર રાજધાની મોસ્કોને ટાર્ગેટ કરીને છોડાયા હતા. જોકે તેમાંથી ૪૫૦ જેટલા ડ્રોન અમે હવામાં જ તોડી પાડયા છે. ચાર વર્ષ પહેલા રશિયાએ યુક્રેન પર કબજો કરવાના ઇરાદાથી યુદ્ધ શરૂ કર્યું હતું, ત્યારથી યુક્રેન રશિયાને ટક્કર આપી રહ્યું છે. યુક્રેનની ડ્રોન ટેક્નોલોજીના વૈશ્વિક સ્તરે વખાણ થઇ રહ્યા છે.




