World

યુક્રેનમાં અનાજ સંકટના એંધાણ! બ્લેક સી બંદરો પર રશિયાના આડેધડ હુમલા બાદ સ્થિતિ ગંભીર

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
રશિયાએ યુક્રેનના બ્લેક સી પોર્ટ્સ, ખાસ કરીને ઓડેસા, પર ડ્રોન અને મિસાઇલ હુમલા તેજ કર્યા છે. આ પોર્ટ્સ યુક્રેનની 60% કૃષિ નિકાસ અને અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. હુમલાને કારણે શિપિંગ કંપનીઓ યુક્રેનના બંદરો પર જવાનું ટાળી રહી છે, જેથી વૈશ્વિક અનાજ બજાર પર અસર થવાની ભીતિ છે. યુક્રેન માટે એર ડિફેન્સ એક મોટો પડકાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેનમાં અનાજ સંકટના એંધાણ! બ્લેક સી બંદરો પર રશિયાના આડેધડ હુમલા બાદ સ્થિતિ ગંભીર

Russia Targets Ukraine Black Sea Ports: યુક્રેનના બ્લેક સી પોર્ટ્સ આજકાલ રશિયા-યુક્રેન યુદ્ધનો મહત્વનો હિસ્સો બની ગયા છે. આ પોર્ટ્સ માત્ર સામાન મોકલવાના રસ્તા નથી, પરંતુ યુક્રેનની અર્થવ્યવસ્થા અને અનાજ વેપાર માટે ખૂબ જરૂરી છે. અહીંથી ઘઉં, મકાઈ, સૂરજમુખી તેલ અને અન્ય કૃષિ ઉત્પાદનો દુનિયાના અનેક દેશો સુધી પહોંચે છે. આ જ કારણે આ પોર્ટ્સ પર વધતા હુમલાઓએ યુક્રેનની ચિંતા વધારી દીધી છે. રશિયાએ યુક્રેનના ઓડેસા સહિતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલ હુમલા તેજ કર્યા છે. આ હુમલાઓની અસર દરિયાઈ વેપાર, અનાજ નિકાસ અને યુક્રેનની કમાણી પર પડી રહી છે.

યુક્રેનની નિકાસમાં કૃષિ ઉત્પાદનોનો હિસ્સો 60 ટકા

યુક્રેનની કુલ નિકાસમાં કૃષિ ઉત્પાદનોનો હિસ્સો લગભગ 60% છે. એવામાં જો પોર્ટ્સ પરથી સામાન મોકલવામાં મુશ્કેલી આવે, તો તેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. વળી, હુમલાના જોખમને કારણે ઘણી શિપિંગ કંપનીઓ પણ યુક્રેનના બંદરો પર જવાથી બચી રહી છે.

બ્લેક સી પોર્ટ્સ કેમ આટલા મહત્વના છે?

યુક્રેનના બ્લેક સી પોર્ટ્સ દેશના સૌથી મોટા વેપારી માર્ગોમાં સામેલ છે. રશિયા આ પોર્ટ્સ પર દબાણ બનાવીને યુક્રેનની એક્સપોર્ટ સિસ્ટમને નબળી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો દરિયાઈ માર્ગે સામાન મોકલવો મુશ્કેલ બને તો, યુક્રેનની વિદેશી કમાણી ઘટી શકે છે, અને યુદ્ધ દરમિયાન તેની આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે.

હુમલા વધતા જહાજ કંપનીઓની સાવચેતી

હુમલાના વધતા જોખમને કારણે જહાજ કંપનીઓ પણ સાવચેતી વર્તી રહી છે. અહેવાલો મુજબ, લગભગ 90% જહાજ ઓપરેટરોએ યુક્રેનના પોર્ટ્સ પર પોતાની અવરજવર ઘટાડી દીધી છે. તેનું મોટું કારણ યુદ્ધનું જોખમ અને વધતો વીમા ખર્ચ છે.

યુક્રેન માટે એર ડિફેન્સ મોટો પડકાર

યુક્રેન સામે એક મોટી સમસ્યા મિસાઇલ હુમલાઓથી બચાવની છે. રશિયા સતત ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યું છે. આ હુમલા રોકવા માટે યુક્રેન અમેરિકી પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમ પર નિર્ભર છે, પરંતુ તેની સંખ્યા મર્યાદિત છે. જો યુક્રેન આ સિસ્ટમ પોર્ટ્સની સુરક્ષામાં લગાવે, તો બીજા શહેરો અને સૈન્ય મથકોની સુરક્ષા પ્રભાવિત થઈ શકે છે.

વિશ્વના અનાજ બજાર પર અસર

યુક્રેન દુનિયાનો મોટો અનાજ નિકાસકાર દેશ છે. યુક્રેન ઇજિપ્તની ઘઉંની જરૂરિયાતનો લગભગ 25% હિસ્સો પૂરો કરે છે. ઇન્ડોનેશિયા પણ યુક્રેન પાસેથી ઘઉં ખરીદે છે. આ સિવાય યુરોપિયન યુનિયન માટે યુક્રેન મકાઈનો મોટો સપ્લાયર છે. જો યુક્રેનની નિકાસ લાંબા સમય સુધી પ્રભાવિત રહે, તો તેની અસર દુનિયાના કેટલાક ભાગોમાં અનાજની કિંમતો પર પડી શકે છે. હાલમાં યુક્રેન રોમાનિયાના પોર્ટ્સ અને રેલ માર્ગોનો ઉપયોગ કરી રહ્યું છે, પરંતુ આ રસ્તા દરિયાઈ માર્ગોની સરખામણીમાં વધુ મોંઘા અને ધીમા છે.