- હોર્મુઝ સ્ટ્રેઇટસ પર અમેરિકાએ કબ્જો જમાવી દેવો જોઇએ
- આ સાથે જંગમાં સીધી રીતે જ ઝૂકાવવા યુએઇ તૈયાર થયું, અમારા અબુ મુસા જેવા ટાપુઓ ઉપર ઇરાને બળજબરીથી કબ્જો કર્યો છે
અબુધાબી : ગલ્ફ વૉરમાં ઇરાનને એક વધુ ફટકો પડયો છે. અમેરિકા અને ઇઝરાયલ પછી સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) પણ હવે ઇરાન ઉપર હુમલો કરે તેવી આશંકા સેવાઈ રહી છે. એ આ યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયલને સાથ આપવા તૈયાર થયું છે. તે સ્પષ્ટ કરે છે કે હોર્મુઝ સ્ટ્રેઇટ્સ ઉપરનો કાબુ જ બદલવો જોઇએ, ઇરાન પાસેથી અમેરિકાએ જ તેની ઉપર કબ્જો જમાવી દેવો જોઇએ.
યુએઇ વધુમાં જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેઇટ્સમાં રહેલા અબુ મસા જેવા કેટલક ટાપુઓ મૂળ તો અમારા જ છે. પરંતુ ઇરાને તેની ઉપર બળજબરીથી કબ્જો જમાવી દીધો છે.
આ સાથે યુએઇએ તે યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયલને તમામ પ્રકારનો સાથ આપવા તૈયારી દર્શાવી દીધી હતી. તેણે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેઇટ્સ અંગે ઇન્ટરનેશનલ લેવલે સેનાકીય કાર્યવાહી હાથ ધરવી પડે અને તે સ્ટ્રેઇટ્સ કાયમ માટે ખુલી રહે તે પણ નિશ્ચિત કરવું જોઇએ. તે સંયોગોમાં જો યુએન તરફથી કાર્યવાહી કરવાનો આદેશ અપાય તો યુએઇ તે સર્વદેશીય સૈન્યમાં પોતાના સૈનિકો મોકલવા તૈયાર જ છે.
ટૂંકમાં હવે ઇરાન સામેનો ઘેરો વધુ કઠોર બનવા સંભવ છે.


