World

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત

By GS Team
15 May 20261 min read
TukuTouch Logo
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજોર વિસ્તારમાં સૈન્ય કેમ્પ પર મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકીઓએ સૌથી પહેલા સૈન્ય સુવિધા ધરાવતા હિસ્સામાં એક જોરદાર વિસ્ફોટ કર્યો હતો. આ ધડાકાને કારણે સર્જાયેલી અફરાતફરીનો લાભ ઉઠાવીને હથિયારધારી આતંકવાદીઓ કેમ્પની અંદર ઘૂસી ગયા હતા, જેના પછી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે લાંબો સમય સુધી અથડામણ ચાલી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત

પ્રતિકાત્મક તસવીર 



Pakistan attack news : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજોર વિસ્તારમાં સૈન્ય કેમ્પ પર મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકીઓએ સૌથી પહેલા સૈન્ય સુવિધા ધરાવતા હિસ્સામાં એક જોરદાર વિસ્ફોટ કર્યો હતો. આ ધડાકાને કારણે સર્જાયેલી અફરાતફરીનો લાભ ઉઠાવીને હથિયારધારી આતંકવાદીઓ કેમ્પની અંદર ઘૂસી ગયા હતા, જેના પછી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે લાંબો સમય સુધી અથડામણ ચાલી હતી.

TTP એ સ્વીકારી જવાબદારી

આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠને નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, આ હુમલો તેમની 'સ્પેશિયલ ઇસ્તશહાદી ફોર્સીસ' (SIF) દ્વારા કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, ઓક્ટોબર 2025 માં ક્વેટામાં થયેલા હુમલા બાદ આ પ્રથમ ઘટના છે જેમાં TTP એ સત્તાવાર રીતે આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી હોય.

એક અઠવાડિયામાં બીજી ઘટના

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક અઠવાડિયાની અંદર આ બીજો આત્મઘાતી હુમલો છે. આ અગાઉ મંગળવારે લક્કી મરવત જિલ્લાના નૌરંગ બજારમાં એક વિસ્ફોટક ભરેલા ઓટોરિક્ષા દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસકર્મીઓ અને એક મહિલા સહિત અનેક લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરી મહિનામાં પણ આ પ્રાંતમાં થયેલા હુમલામાં 5 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. સતત વધી રહેલા આ હુમલાઓને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.