Get The App

ફરી ગ્રીનલૅન્ડનું ભૂત ધૂણ્યું! ટ્રમ્પે વર્લ્ડલીડર્સની મજાક ઉડાવી, કેનેડા પર પણ અમેરિકાની 'નજર'

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
ફરી ગ્રીનલૅન્ડનું ભૂત ધૂણ્યું! ટ્રમ્પે વર્લ્ડલીડર્સની મજાક ઉડાવી, કેનેડા પર પણ અમેરિકાની 'નજર' 1 - image


Donald Trump New Map Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવાર-નવાર ટૅરિફોનો મુદ્દો ચગાવતા રહે છે. આ ઉપરાંત તેઓ અનેક દેશો પર દાવો કરી વિશ્વમાં ખળભળાટ મચાવતા રહે છે, ત્યારે હવે તેમણે એક નકશો શેર કરીને ફરી વિવાદ ઊભો કર્યો છે. તેમણે વિશ્વના નેતાઓની મજાક ઉડાવીને ત્રણ દેશો પર અમેરિકાનો હક હોવાનો નકશો ફરી શેર કર્યો છે. આ નકશામાં કેનેડા, ગ્રીનલૅન્ડ અને વેનેઝુએલા અમેરિકાનો ભાગ હોવાનું દર્શાવાયું છે. ખાસ વાત એ છે કે, તેમણે 20 જાન્યુઆરી-2026ના દિવસે પણ આ જ નકશો શેર કર્યો હતો.

ટ્રમ્પે વૈશ્વિક નેતાઓની મજાક ઉડાવી

ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર AIથી બનાવેલી તસવીર શેર કરી છે. તસવીરમાં વૈશ્વિક નેતાઓ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુએલ મેક્રો અને યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર સહિત યુરોપીય નેતાઓ ગ્રાફિકને જોતા દેખાઈ રહ્યા છે. જ્યારે ટ્રમ્પ તેઓને અમેરિકાએ જીતેલા વિસ્તારો દેખાડતા જોવા મળી રહ્યા છે. જોકે ટ્રમ્પે પોસ્ટના કેપ્શનમાં કંઈપણ લખ્યું નથી.


ટ્રમ્પે ડેનમાર્ક મુદ્દે ચીન-રશિયા પર પણ સાધ્યું હતું નિશાન

ટ્રમ્પની પોસ્ટ બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ ટ્રમ્પે કેનેડાને 51મું રાજ્ય બનાવવાની અને ગ્રીનલૅન્ડ ખરીદવાની વાત કરી હતી. ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે, ડેનમાર્ક વિસ્તારમાં ગ્રીનલૅન્ડ, રશિયા અને ચીનથી તરફથી આવતા સંભવિત ખતરો છે, જેના કારણે આર્કટિકા ક્ષેત્રમાં અમેરિકાની સુરક્ષા કરવા માટે ડેનમાર્ક પર કબજો કરવો ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો : અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખતરો

અમેરિકા હુમલો કરવાના બદલે ગ્રીનલૅન્ડ ખરીદી લેશે : ટ્રમ્પે કરી હતી મજાક

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અવાર-નવાર ગ્રીનલૅન્ડ પર નિશાન સાધતા રહે છે. અગાઉ તેમણે ગ્રીનલૅન્ડને છંછેડતી એઆઇ તસવીર શેર કરી હતી, જેમાં તેમને ગ્રીનલૅન્ડના ટાપુ પર અમેરિકન ઝંડો લગાવતા દેખાડાયા હતા. આ મહિનાની શરુઆતમાં ટ્રમ્પે મજાકનું કહ્યું હતું કે, અમેરિકા હુમલો કરવાના બદલે ગ્રીનલૅન્ડ ખરીદી લેશે.’

ટ્રમ્પ ત્રણેય દેશોને અમેરિકાનું રાજ્ય બનાવવા માંગે છે

ધ વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ, ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે ગ્રીનલૅન્ડ પર હુમલો કરવાના નથી. અમે તેને ખરીદવાના છે. મેં ક્યારેય ગ્રીનલૅન્ડ 51મું રાજ્ય બનાવવાનો ઇરાદો રાખ્યો નથી. હું કેનેડાને 51મું રાજ્ય બનાવવા ઇચ્છું છું. ગ્રીનલૅન્ડને 52મું રાજ્ય અને વેનેઝુએલાના 53મું રાજ્ય હોઈ શકે છે.’

આ પણ વાંચો : T20 વર્લ્ડકપમાં ભારતનો બહિષ્કાર કરી પાકિસ્તાન ફસાયું, વધુ એક દેશે કડક શબ્દોમાં આપી સલાહ