World

ટ્રમ્પનો નવો વિવાદ, ઓબામાની તસવીર શેર કરી લખ્યું 'અલ્હમ્દુલિલ્લાહ', મેલોની અંગે પણ મીમ્સ બનાવ્યા

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
ડોનાલ્ડ ટ્રમ્પે AI દ્વારા જનરેટ કરાયેલા વિવાદાસ્પદ ફોટોઝ પોસ્ટ કરીને ફરી વિવાદ સર્જ્યો છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક અને મિશેલ ઓબામા તેમજ ઇટાલીના PM જ્યોર્જિયા મિલોનીને નિશાન બનાવ્યા છે. ઓબામા દંપતીની તસવીરમાં વિમાન પર "Yes We Can", "Obama", "BLM" અને અરબીમાં "અલ્હમ્દુલિલ્લાહ" જેવી ગ્રેફિટી દર્શાવી, જેને વંશીય ભેદભાવ ગણાવવામાં આવી રહી છે. આ ઘટનાથી સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પનો નવો વિવાદ, ઓબામાની તસવીર શેર કરી લખ્યું 'અલ્હમ્દુલિલ્લાહ', મેલોની અંગે પણ મીમ્સ બનાવ્યા

Donald Trump AI Photos Controversy: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલા વિવાદાસ્પદ ફોટોઝ અને મીમ્સ પોસ્ટ કરવા માટે જાણીતા છે. ઘણીવાર આ પ્રકારની પોસ્ટને કારણે આંતરરાષ્ટ્રીય સંબંધો વણસે છે તો કેટલીકવાર તેમના પર વંશીય ભેદભાવના ગંભીર આક્ષેપો થાય છે. તાજેતરમાં ટ્રમ્પે ફરી એકવાર મર્યાદાની તમામ સીમાઓ ઓળંગીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા, તેમની પત્ની મિશેલ ઓબામા અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મિલોનીને નિશાન બનાવતી વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઓબામા દંપતીની તસવીરમાં ‘વંશીય ભેદભાવ’નો આક્ષેપ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામા અને મિશેલ ઓબામાની એક AI જનરેટેડ તસવીર પોસ્ટ કરી છે. જેને આલોચકો ઘોર વંશીય ગણાવી રહ્યા છે.

નવી વિવાદાસ્પદ તસવીરમાં શું છે?

આ તસવીરમાં ઓબામા દંપતી અમેરિકાના સત્તાવાર રાષ્ટ્રપ્રમુખના વિમાનની સીડીઓ પર હસતાં હસતાં હાથ હલાવતા દેખાય છે. જો કે, આ પ્લેન પર ડેમોક્રેટ્સનું ચૂંટણી સૂત્ર "Yes We Can", આ ઉપરાંત "Obama" અને "BLM" (Black Lives Matter) જેવી ગ્રેફિટી (ભીંતચિત્રો/લખાણ) દોરેલી છે. વિમાન પર અરબી ભાષામાં 'અલ્હમ્દુલિલ્લાહ' (ખુદાનો આભાર) પણ લખેલું છે.
કેમ થઈ રહ્યો છે વિરોધ?: અમેરિકાના ઇતિહાસમાં ગ્રેફિટીનો ઉપયોગ ગુનાખોરી અને શહેરી બરબાદીના છુપા સંદેશ તરીકે અશ્વેતો વિરુદ્ધ વંશીય ભેદભાવ ફેલાવવા માટે થતો આવ્યો છે.
જૂનો રેકોર્ડ: અગાઉ પણ ટ્રમ્પે ઓબામા દંપતીને જંગલમાં વાનરો (પ્રાઇમેટ્સ) તરીકે દર્શાવતી અત્યંત વાંધાજનક પોસ્ટ કરી હતી. જેને ભારે વિરોધ બાદ હટાવવી પડી હતી. આ ઉપરાંત તેઓ ઓબામાના અમેરિકામાં જન્મ ન થયો હોવાની અફવાઓ ફેલાવવા માટે પણ બદનામ રહ્યા છે.

ઇટાલીના PM જ્યોર્જિયા મિલોની સાથે નવો વિવાદ

NATO (નાટો) ની મહત્વપૂર્ણ બેઠક યોજાય તે પહેલા જ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મિલોની સાથે જૂનો વિવાદ ફરી જીવંત કર્યો છે.
મીમ શેર કરીને કટાક્ષ કર્યો: સોમવારે પોતાના 'ટ્રુથ સોશિયલ' (Truth Social) એકાઉન્ટ પર ટ્રમ્પે ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટની એક તસવીર શેર કરી હતી. આ તસવીર પર કેપ્શન લખ્યું હતું: "રેસ્ટ્રેનિંગ ઓર્ડર (ચોક્કસ અંતર રાખવાનો કે શાંત રાખવાનો આદેશ) ની જરૂર છે."

image.png

શું છે વિવાદનું મૂળ?

સત્તાવાર રીતે ટ્રમ્પે મિલોનીનું નામ નથી લીધું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સના મતે આ પોસ્ટ મિલોનીની મજાક ઉડાવવા માટે જ કરવામાં આવી છે. અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે G7 સમિટ દરમિયાન મિલોનીએ તેમની સાથે ફોટો પડાવવા માટે આજીજી કરી હતી. જેને ઇટાલીના વડાપ્રધાને તદ્દન ખોટો અને અફવા ગણાવ્યો હતો. હવે ટ્રમ્પની આ નવી પોસ્ટથી બંને દેશોના રાજદ્વારી સંબંધો પર અસર પડવાની સંભાવના છે.