World

ટ્રમ્પની એક જાહેરાત અને ક્રૂડ ઓઈલમાં બે દિવસમાં 15 ડૉલરનો કડાકો, દુનિયાને રાહતના સંકેત

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન તણાવ ઘટતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ $100 થી ઘટીને $86 પ્રતિ બેરલથી પણ નીચે પહોંચી ગયું હતું. ટ્રમ્પે શાંતિપૂર્ણ ઉકેલ માટે સૈન્ય હુમલા રોકવાનો નિર્ણય લીધો છે. કૂટનીતિક પ્રયાસોથી મધ્ય-પૂર્વમાં યુદ્ધનો ભય ટળવાની આશા જાગી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતિ સામાન્ય થવાની ધારણા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની એક જાહેરાત અને ક્રૂડ ઓઈલમાં બે દિવસમાં 15 ડૉલરનો કડાકો, દુનિયાને રાહતના સંકેત

Brent Crude Oil Price : અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 2 સપ્તાહથી ચાલી રહેલા સૈન્ય તણાવમાં અચાનક વિરામ આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં મોટો કડાકો બોલાયો હતો અને ભાવ ઘટીને $100 થી $86 પ્રતિ બેરલના મહત્ત્વપૂર્ણ સ્તરથી પણ નીચે પહોંચી ગયો હતો. શરૂઆતી કારોબારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદા ઘટીને $90.00 પ્રતિ બેરલ પર આવી ગયો હતો, જ્યારે દિવસ દરમિયાન તે થોડા સમય માટે $86 થી પણ નીચે સરકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે બે જ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 15 ડૉલર જેટલો કડાકો બોલાઈ ચૂક્યો છે.

કૂટનીતિક ઉકેલ માટે ટ્રમ્પનો હુમલા રોકવાનો નિર્ણય

રિપોર્ટ અનુસાર, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેના વિવાદનો કૂટનીતિક અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે હાલ પૂરતા તમામ નવા સૈન્ય હુમલાઓ પર રોક લગાવી દીધી છે. અમેરિકાના રાજદૂતે પણ પુષ્ટિ કરી હતી કે સંવાદ અને વાટાઘાટોને તક આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં આશા જાગી છે કે મધ્ય-પૂર્વ (Middle East) માં યુદ્ધનો ભય ટળી શકે છે અને 14 મુદ્દાના સમજૂતી કરાર (MoU) તરફ આગળ વધી શકાય છે.

દરિયાઈ માર્ગોની સ્થિતિ અને પડકારો

બંને દેશો વચ્ચે તણાવ ઓછો થવાની સંભાવના વચ્ચે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ માર્ગ એવા 'હોર્મુઝ' (Strait of Hormuz) માં પણ જહાજોની અવરજવર ધીમે ધીમે સામાન્ય થવાની ધારણા છે. જોકે, શિપિંગ ડેટા કંપની Kpler ના જણાવ્યા અનુસાર, સ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી અને મોટાભાગની શિપિંગ કંપનીઓ સુરક્ષાને લઈને સતર્કતા દાખવી રહી છે. આ ઉપરાંત, રાતા સમુદ્ર (Red Sea) માં હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કર પર કરાયેલા તાજેતરના હુમલા બાદ 'બાબ-અલ-મંદેબ' માર્ગ પર પણ દરિયાઈ વાહનવ્યવહાર ધીમો રહ્યો છે.