Get The App

સમજૂતીની શર્તોમાં ટ્રમ્પ ફેરફાર ઇચ્છે છે, અમેરિકા - ઇરાન ડીલમાં હવે ફસામણ થઇ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
સમજૂતીની શર્તોમાં ટ્રમ્પ ફેરફાર ઇચ્છે છે, અમેરિકા - ઇરાન ડીલમાં હવે ફસામણ થઇ 1 - image


ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા ઇરાન સાથે ઘણી સારી સમજૂતીથી નજીક પહોંચી રહ્યું છે, પરંતુ જો તેમ ન થાય તો અમેરિકા સૈન્ય કાર્યવાહી ફરી શરૂ કરશે

વૉશિંગ્ટન: અમેરિકા ઇરાન વચ્ચે ડીલ અંગે હજી કોઈ નિર્ણય લઇ શકાયો હોય તેમ લાગતું નથી. શુક્રવારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં નેશનલ સિક્યુરીટી ટીમ સાથે મીટીંગ કરી હતી. મીટીંગ બે કલાક ચાલી હતી. પરંતુ તેમાં આખરી નિર્ણય શો લેવાયો તે વિષે કોઈ માહિતી નથી, પરંતુ જાણકારો કહે છે કે ટ્રમ્પને સમજૂતીની શર્તોમાં ફેરફાર કર્યો છે, તેમાં હોર્મુઝ અને ન્યુક્લિયર મટીરીયલ સાથે જોડાયેલી શર્તો પણ સામેલ છે. આ શર્તો ઇરાનને મોકલી પણ આપી છે.

દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઇરાન સાથે ખૂબ સારી સમજૂતી નજીક પહોંચી રહ્યા છીએ. જો તેમ નહીં થાય તો અમેરિકાને સૈન્ય કાર્યવાહી કરવી પડશે.

ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ઃ જો ઉતાવળ કરીએ તો આપણે કોઈ સારી સમજૂતી ઉપર આવી નહીં શકીએ. મને લાગે છે કે ધીમે ધીમે પરંતુ નિશ્ચિતરૂપ અમે તે મેળવી રહ્યા છીએ કે જે અમે ઇચ્છીએ છીએ. જો અમને તે નહીં મળે તો તેને એક જુદી રીતે ખત્મ કરીશું.

દરમિયાન ઇરાનની તસનીમ ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે ઇરાનના રીવોલ્યુશનરી ગાર્ડઝ કોપ્સે એ દાવો કર્યો છે કે રવિવારે સવારે દેશનાં જલ ક્ષેત્ર ઉપર એક અમેરિકી એમ ક્યુ ૧ પ્રીડેટર મલ્ટી રૉલ પ્રીડેટર ડ્રોન જોવા મળ્યું હતું તેને ખતમ કરી નખાયું છે.

નિરીક્ષકો કહે છે કે એક તરફ શાંતિ મંત્રણા માટે વાતચીત ચાલે છે તો બીજી તરફ આવા પણ સમાચાર મળે છે. તેવામાં શાંતિ મંત્રણાની સફળતા સામે પ્રશ્નાર્થ મુકાઈ જાય તે સહજ છે.