World

ટ્રમ્પના પુત્રોની કંપની ભારતમાં એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશે

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો સાથે સંકળાયેલી 'પાવરસ' નામની ડ્રોન કંપનીએ ભારતમાં પ્રવેશ કર્યો છે. 'પારસ ડિફેન્સ' સાથે મળીને તેઓ 'ગાર્જિયન' નામની એન્ટિ-ડ્રોન સિસ્ટમ બનાવશે. આ કરાર હેઠળ, પારસ ડિફેન્સને ભારતમાં પાવરસના એન્ટિ-ડ્રોન સિસ્ટમ બનાવવા અને વેચવાનું લાઇસન્સ મળ્યું છે. આ પ્રોડક્ટ શહેદ-136 જેવા ડ્રોનને તોડી પાડવા સક્ષમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના પુત્રોની કંપની ભારતમાં એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશે
  • પિતાની ભારતને ટેરિફની ધમકી, પુત્રને ડિફેન્સ સેક્ટરમાં પ્રવેશ
  • અમેરિકન ડ્રોન કંપની પાવરસ ભારતમાં પારસ ડિફેન્સ સાથે ગાર્જિયન નામની એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશે
  • ભારતની ડ્રોન બનાવતી કંપનીનું ટ્રમ્પના પુત્રની અમેરિકન વેન્ચર્સ પાર્ટનર્સ સાથે મર્જર

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો સાથે સંબંધ ધરાવતી એક અમેરિકન ઓટોનોમસ સિસ્ટમ કંપનીએ ભારતી કંપની સાથે મળીને એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવવા અને વેચવાની સમજૂતી કરી છે. તાજેતરમાં જ બનેલી અમેરિકન ડ્રોન કંપની પાવરસે ભારતમાં પોતાનું ગાર્જિયન ઇન્ટરસેપ્ટર પ્રોડક્ટ બનાવવા માટે એક લાઇસન્સિંગ સમજૂતી કરી છે.
માર્કેટમાં આપવામાં આવેલી જાણકારી મુજબ પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસે જૂનમાં પાવરસ સાથે સંરક્ષણ કરાર કર્યા છે. તેના હેઠળ પારસ ડિફેન્સને ભારતમાં પાવરસના એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવવા અને વેચવાનું એકસ્લુઝિવ લાઇસન્સ મળ્યું છે. તેના બદલામાં પારસ ડિફેન્સ લાઇસન્સ ફી અને ભારતમાં વેચાણથી થતાં ચોખ્ખા નફામાં હિસ્સો આપશે. આ સમજૂતી દ્વારા પાવરસ ભારતમાં પ્રોડક્ટ બનાવવા અને વેચવાના હેતુથી લાઇસન્સ આઇપી (ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનું એકસ્લુઝિવ લાઇસન્સ પારસને આપે છે.
આ પ્રોડક્ટની ઓળખ ગાર્જિયન ઇન્ટરસેપ્ટર તરીકે કરવામાં આવી છે. ગાર્જિયન વનને પાવરસે ડેવલપ્ડ૦ અને હાઈ સ્પીડ ઉપરાત બેટરી સિસ્ટમથી ચાલતા કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ગણાવી છે.કંપનીના જણાવ્યા મુજબ આ કાઉન્ટર ડ્રોન ઇન્ટરસેપ્ટર શહેદ ૧૩૬ અને ગેરાન-ટુ જેવા વન-વે એટેક ડ્રોન તોડી પાડવા તૈયાર કરાયું છે.
ભારતમાં એન્ટિ ડ્રોન સિસ્ટમની ભારે માંગ છે. કેટલીય કંપનીઓ જાતે અથવા વિદેશી સપ્લાયર્સ સાથે મળીને તેનું સમાધાન રજૂ કરી રહી છે. પાવરસ ડ્રોન આ સેક્ટરમાં ખાસ જાણીતી કંપની નથી. તેણે છેલ્લા કેટલાક મહિના દરમિયાન અમેરિકન એરફોર્સ સાથે અમેરિકન હવાઈ સેવા અને સંરક્ષણ વિભાગના કેટલાક નાના-નાના કોન્ટ્રાક્ટ મેળવી આ સેક્ટરમા પગલું મૂક્યું છે. કંપનીનું વિલય એક એવા યુનિટ સાથે કરવામાં આવ્યું છે જે ફ્લોરિડામાં બે ગોલ્ફ કોર્સ ચલાવે છે. કંપનીનો રેકોર્ડ બતાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ પોતાના અમેરિકન વેન્ચર્સ પાર્ટનર્સ દ્વારા આ કંપનીના મુખ્ય રોકાણકાર છે. કંપનીના પ્રતિનિધિઓએ દાવ કર્યો છે કે ટ્રમ્પ કુટુંબનું કંપનીના કામકાજ પર કોઈ નિયંત્રણ નથી.